કંગનાની વધી મુશ્કેલીયો: બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ

મુંબઈ, અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. કંગના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં ‘નફરત અને ધૃણા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અભિનેત્રીનું ટ્વિતર એકાઉન્ટ બ્લોક કરવાની અપીલ પણ આ અરજીમાં કરવામાં આવી છે. અરજીકર્તા તરફથી દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે, કંગનાના ટ્વીટથી દેશમાં સતત નફરત ફેલાવવાની અને દેશદ્રોહ ફેલાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે.

આ ઉપરાંત દેશને તેના અતિવાદી ટ્વીટ્સથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહૃાો છે. કંગના વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં તેમણે એક ધર્મ વિશેષને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. કંગનાનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાની પણ અપીલ કરવામાં આવી છે. કંગનાએ આ મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી,. ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કંગનાએ લખ્યું હતું કે- ટ્વિટર એકમાત્ર મંચ નથી જ્યાં તે પોતાનો મત રજુ કરી શકે છે.

હું સતત અખંડ ભારતની વાત કરું છું. ટુકડે ટુકડે ગેંગ. કંગનાએ સણસણતો જવાબ આપતા કહૃાું હતું કે, ટુકડે ગેંગ યાદ રાખજો, મારો અવાજ દબાવવા માટે તમારે મને મારવી પડશે અને આમ છતાં દરેક ભારતીય દ્વારા બોલીશ અને આ મારું સપનું છે. તમે જે પણ કરશો, મારું સપનું અને હેતુ જ સાચો થશે. માટે જ હું ખલનાયકોને પ્રેમ કરું છું. કંગના પર આ બીજો કેસ છે. તાજેતરમાં કંગનાને હાઈકોર્ટથી બીએમસી વિવાદ મામલે રાહત મળી હતી.