કંગનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ મુંબઈ જવાની મળશે પરવાનગી

કંગના રનૌત અને શિવસેના વચ્ચે વિવાદ ચાલી રહૃાો છે. તે વચ્ચે પાછલા કેટલાક દિવસથી મૌખિક યુધ્ધ ચાલી રહૃાું છે. કંગનાએ મુંબઈ પોલીસ અને શિવસેના ઉપર નિશાન સાધ્યું છે. મુંબઈની તુલના પીઓકેની સાથે કરી હતી. આ વિવાદની વચ્ચે કંગનાએ જાહેરાત કરી હતી કે, ૯ સપ્ટમેમ્બરના રોજ મુંબઈ આવશે. ત્યારે હવે આ વચ્ચે સમાચાર આવી રહૃાાં છે કંગનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ હિમાચલ સરકાર મુંબઈ જવાની પરવાનગી આપશે.
મુંબઈ આવવા ઉપર કંગનાને હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડી શકે છે. કંગના મુંબઈ પહોંચશે ત્યારે સ્ટૈંપ્ડ કરવામાં આવશે. પછી તેને હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવશે. કંગનાએ કોઈ ટિકીટ બુક નથી કરાવી, એરપોર્ટ ઓથોરિટીને પણ હજુ સુધી કંગનાની કોઈ મુવમેન્ટની જાણકારી નથી મળી. હિમાચલ સરકાર કંગનાને રાજ્યથી બહાર ત્યારે જ જવા દૃેશે જ્યારે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે.
કંગના રનોતના મુંબઈ આવવાને લઈને શિવસેના નેતા સંજય રાઉતે ખુલ્લી ચેલેન્જ આપી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે, હું જોઈ રહું છું કે, મને ધમકી આપવામાં આવી રહી છે. પરંતુ હું મુંબઈ ન આવું. હવે મેં નિર્ણય કર્યું છે કે મુંબઈ જલ્દૃી આવશે. હું ૯ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવીશ. હું જે સમયે મુંબઈ પહોંચીશ તે ટાઈમ પણ બધા સાથે શેર કરીશ. કોઈના બાપની હિંમત હોય તો રોકી લે. તો બીજી તરફ કંગનાને કેન્દ્ર સરકાર તરફથી વાય ક્ષેણીની સુરક્ષા દૃેવામાં આવી છે. કંગના જ્યારે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરશે ત્યારે તેની સાથે સુરક્ષાકર્મી હાજર રહેશે. કંગનાની સાથે એક કે બે કમાંડો, બે પીએસઓ અને અન્ય પોલીસકર્મી હશે. કુલ જવાનોની સંખ્યા ૧૧ હશે.