કંગનાનો ચોંકાવનારો ખુલાસો: ૧૬ વર્ષની ઉંમરે તેણી અન્ડરવર્લ્ડ માફિયાની પકડમાં હતી

કંગના રનૌત એક એવી અભિનેત્રી જે તેની ફિલ્મો કરતા વધુ અંગત જીવન અને સોશિયલ મીડિયા પર તેના બેધડક જવાબને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. તે ટ્વિટર પર ખૂબ જ સક્રિય કલાકારોમાંની એક છે જે નિખાલસતાથી જાહેરમાં બોલે છે. કંગનાએ એક ટ્વિટમાં કહૃાું કે જ્યારે તે ૧૫ વર્ષની હતી ત્યારે તે ઘરેથી ભાગી ગઈ હતી. આટલું જ નહીં તેણે કોઈની મદદ વગર મુંબઈમાં પોતાનું ઘર બનાવ્યુ.

કંગના તેના સંઘર્ષના દિવસો વિશે કહે છે કે તે દિવસોમાં તેના પિતાએ તેની કોઇ મદદ કરી ન હતી. કંગના કહે છે કે ૧૬ વર્ષની ઉંમરે તેણી અન્ડરવર્લ્ડ માફિયાની પકડમાં હતી. આ બધું હોવા છતાં તે સતત સંઘર્ષ કરતી રહી અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી.

કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ૧૫ વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગઇ હતી અને મારા પિતાએ મારા સંઘર્ષના દિવસોમાં મને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. હું મારી જાતે મહેનત કરી આગળ વધી હતી. ૧૬ વર્ષની ઉંમરે મને અન્ડરવર્લ્ડ માફિયાએ પકડી હતી. ૨૧ વર્ષની ઉંમરે, મેં મારા જીવનના બધા દુશ્મનોને કચડી નાંખ્યા અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો સફળ અભિનેત્રી બનવાની જીત મેળવીને તે મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં તેના પહેલા ઘરની માલિક બની ગઈ હતી.