કંગના રનોટે શૉ ઓફ કર્યું તેના સેન્ડલ્સનું કલેક્શન, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો

વર્ષના અંતમાં લોકો પાર્ટીઓ કરીને ઉજવણી કરતા હોય છે. જ્યારે બોલિવૂડ ક્વિન કંગના રનૌટ તેના વોર્ડરોબની સફાઈમાં વ્યસ્ત રહી હતી. કંગનાએ તેનો ફોટો શેર કરી કેપ્શન પણ આપ્યું છે. ફોટોમાં તે વોર્ડરોબ પાસે બેઠી છે. અને તેની ચારેબાજુ જૂતા જ જૂતા છે. આ ફોટો જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ કમેન્ટ્સ પર કમેન્ટ્સ કરી રહૃાા છે.

એક્ટ્રેસે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ’જ્યારથી હું ઘરે આવી છું, ત્યારથી બસ સફાઈ, સફાઈ અને સફાઈ જ કરી રહી છું. કહેવાય છે કે તમારી પાસે જે કંઈ પણ છે, તે તમારો પણ માલિક છે. ઘણાં દિવસોથી સતત સફાઈ કર્યા બાદ એવું લાગી રહૃાું છે, જાણે કે હું મારી જ સંપત્તિની ગુલામ છું. આશા કરૂ છુ કે આજે સફાઈ પુરી થઈ જશે અને હું ૨૦૨૧માં રાણીની જેમ પ્રવેશ કરીશ.