કંગના રનૌતને રાજકારણમાં પ્રવેશને લઇ પ્રશ્ર્ન પર યુજર્સને આપ્યો ચોંકાવનારો જવાબ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દરોરજ કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહેતી હોય છે. તેના બેબાકી ભર્યા નિવેદનોના કારણે કંગના હંમેશા દરેકના મોઢે ચર્ચામાં રહે છે. હાલમાં કંગનાએ નેપોટિઝમ વિશે બોલીને બોલિવૂડમાં મોરચો ખોલ્યો છે. સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન પછીથી જ કંગના બોલિવૂડના દિગ્ગજ નિર્માતાઓ વિરુધ્ધ બેબાકીથી બોલી રહી છે. પરંતુ એ વાત પણ કોઈથી છુપાયેલી નથી કે કંગના ખુલ્લેઆમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરે છે. ત્યારે એક યુઝરે તેમને રાજકારણમાં પ્રવેશવા વિશે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં કંગનાએ મોટો ખુલાસો કર્યો છે.
એક ટ્વિટમાં ટીમ કંગના રનૌતે લોકોને જવાબ આપ્યો છે, એ કહે છે કે કંગના પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે કારણ કે તેઓ રાજકારણમાં આવવા માંગે છે. આ ટ્વિટમાં કંગનાની ટીમે કહૃાું છે કે, તે એક એવા પરિવારમાંથી છે જે કોંગ્રેસને ટેકો આપી રહૃાો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કંગના રાજકારણમાં આવવા માંગતી જ નથી. આ જ અરસામાં કંગનાની ટીમે બે ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વિટમાં લખ્યું છે કે, ‘જેમને લાગે છે કે હું મોદીજીને ટેકો આપું છું કારણ કે હું રાજકારણમાં આવવા માંગુ છું. તો હું સ્પષ્ટ કહી દઉ કે મારા દાદા ૧૫ વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
મારું કુટુંબ હંમેશા રાજકારણમાં ખૂબ જ પ્રખ્યાત રહૃાું છે અને મને ગેંગસ્ટર પછી લગભગ દર વર્ષે ઓફર મળે છે. આ ટ્વીટ પુરી કરતાં બીજા ટ્વીટમાં કહૃાું કે, ‘મણિકર્ણિકા ફિલ્મ બાદ ભાજપે મને ટિકિટની ઓફર કરી હતી. મને મારું કામ ગમે છે અને મે રાજકારણમાં જવાનું ક્યારેય વિચાર્યું નથી.