કંગના રનૌતે જો બાઇડનની કરી ગજની સાથે સરખામણી, કહૃાું-મને ગજની બાઇડેન વિશે ખાતરી નથી, જેનો ડેટા દર પાંચ મિનિટમાં ક્રેશ થાય છે

અમેરિકાની ચૂંટણીને લઇને સમગ્ર દુનિયામાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે. બોલિવૂડ સિતારાઓની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા, અભય દેઓલ અને અલી ફઝલ સહિત દિગ્ગજ કલાકારોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડેનની જીતની શુભેચ્છાઓ પાઠવી રહૃાા છે. અભિનેત્રી કંગના રનૌતે એક ટ્વીટ કર્યુ છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહૃાું છે. જો બાઇડેનની જીત પર કંગના રનૌતે કટાક્ષ કર્યો છે. કંગનાએ ભારતીય મૂળના ચૂંટાયેલા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ વિશે કહૃાું હતું કે તે આ શો વધુ ચલાવશે. કંગનાએ પોતાના ટ્વિટમાં જો બાઇડેનની તુલના આમિર ખાનની ફિલ્મ ગજની સાથે કરી છે. કંગનાએ લખ્યું છે કે ‘મને ગજની બાઇડેન વિશે ખાતરી નથી, જેનો ડેટા દર પાંચ મિનિટમાં ક્રેશ થાય છે. તેમાં ઘણી બધી દવાઓનાં ઇન્જેક્શન્સ લગાડવામાં આવ્યા છે જે એક વર્ષથી વધુ ચાલશે નહીં. કમલા હેરિસ આ શોનું નેતૃત્વ કરશે. જ્યારે સ્ત્રી જાગી જાય છે ત્યારે તે અન્ય મહિલાઓ માટે પણ માર્ગ બનાવે છે. આ ઐતિહાસિક દિવસની ખુશીઓ માટે ચીયર્સ કંગના રનૌતે જો બાઇડેનની યાદશક્તિને લઇને કટાક્ષ કર્યો છે. ફિલ્મ ‘ગજનીમાં આમિર ખાનનું પાત્ર અચાનક બધુ ભૂલી જાય છે. કંગના હાલમાં હિમાચલના મનાલીમાં છે જ્યાં તે પોતાના ભાઈના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો બાઇડેનની જીત પછી પ્રિયંકા ચોપરાએ લખ્યું કે અમેરિકામાં આ ચૂંટણી જોવી આશ્ર્ચર્યજનક હતું. જો બાઇડેન અને કમલા હેરિસને અભિનંદન. એક કાર્ટૂન શેર કરી અભય દેઓલે લખ્યું  ‘હા, આ થઈ ગયું છે. અલી ફઝલ લખે છે કે ‘હે ભગવાન, ખરેખર આ થઇ ગયુ છે?