કંગના રનૌતે મંત્રી પ્રકાશ જાવડેકરને મદદ કરવા માટે કરી વિનંતી

  • કરણ જોહરે ગોવામાં શૂટિંગ પછી ફેલાવી ગંદકી

    બોલિવૂડની બેબાક નિવેદનો આપતી અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને વારંવાર પોતાના વિચારો ખુલીને રાખે છે. હાલમાં જ તેણે એક વીડિયો દ્વારા તેણે પ્રતિક્રિયા આપી છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો કે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને ગોવાના એક ગામમાં શૂટિંગ પછી બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં છોડીને પરત આવી ગઈ છે. કંગનાએ આ મુદ્દા પર કરણ ઉપર નિશાન સાધતા પર્યાવરણ, જંગલ અને જલવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરને મદદ માટે વિનંતી કરી દીધી હતી.
    કંગના રનૌતે કરણ જોહરને લઈને ઈન્ડસ્ટ્રીને પણ આડે હાથ લીધી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ન માત્ર દેશના નૈતિક મુલ્યો અને સંસ્કૃતિ માટે એક વાયરસ છે. પરંતુ આ પર્યાવરણ માટે પણ ખુબ જ નુકસાનકારક અને ઘાતક બની ગઈ છે. એક મોટા પ્રોડક્શન હાઉસના આ જવાબદારી વગરના વર્તનને જુઓ અને મહેરબાની કરીને મદદ કરો. આ ટ્વિટમાં તેણે પર્યાવરણ, જંગલ અને જલવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર અને મંત્રાલયના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલને ટેક કર્યું છે.
    કંગનાની આ પ્રતિક્રિયા તે સમયે સામી આવી જ્યારે એક યુઝરે એક ન્યૂઝ હેડલાઈનના સ્ક્રિનશોટ શેર કર્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધર્મા પ્રોડક્શનને ગોવામાં આવેલા એક ગામમાં નેરૂલમાં દીપિકા પાદુકોણની સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી ક્યા પ્રકારે ગંદકી ફેલાવી છે. તમને જણાવી દઈએ કે કંગના પહેલા પણ લોખાંચો એકવોટ ગોવા નામના એક એનજીઓએ આ મુદ્દા પર કરણ જૌહર પાસે લેખિતમાં માફીનામું માગ્યું હતું. એનજીઓએ કહૃાું છે કે જો કરણની તરફથી કોઈ જવાબ નહીં આવે તો તે આવતા સપ્તાહે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. કરણની ટીમ ગોવાની રાજધાની પણજીથી ૧૦ કિમી દૂર નેરુલ ગામમાં શૂટિંગ પછી ઉપયોગ કરેલી પીપીઈ કિટ અને અન્ય ગંદકી કરી છે.