કંગના રનૌતે વડાપ્રધાન મોદીને આપેલી સલાહનું ટ્વીટ થયું વાયરલ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા દ્વારા તમામ મુદ્દા પર બિનધાસ્ત પોતાના મંતવ્યો આપતી હોય છે. વીતેલા દિવસોમાં ટ્વિટર છોડીને ઇશારો કરતાં દેશી કૂ એપ પર શિટ થવાની વાત હી છે. હવે કંગના રનૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. કંગના રનૌતે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે આદરણીય પ્રધાનમંત્રીજી જે ભૂલ મહાન યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ જી એ કરી હતી તે બિલકુલ ના કરતા.

એ ભૂલનું નામ હતું માફીપટ્વિટર ગમે તેટલી માફી માંગે બિલકુલ માફ ના કરતાં. તેણે ભારતમાં ગૃહ યુદ્ધ માટે ષડયંત્ર રચ્યું છે. આની પહેલાં કંગના રનૌતે કૂ એપના વખાણ કરતાં લખ્યું હતું કે તારો સમય ખત્મ થઇ ગયો છે ટ્વિટર, હવે કૂ એપ પર શિટ થવાનો સમય આવી ગયો છે. ત્યાં પોતાના એકાઉન્ટ અંગે તમામની સાથે માહિતી શેર કરીશું. આપણા દેશમાં બનેલી કૂ એપનો ઉપયોગ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું.

આપને જણાવી દઇએ કે કંગના રનૌતે ટ્વિટરના સીઇઓ જૈક ડોર્સીને ટેગ કરતાં એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તમને ચીફ જસ્ટિસ કોણે બનાવ્યો? કેટલીક વખત તમે લોકો પણ ગેંગ બનાવી લો છો અને હેડમાસ્ટર બની જાઓ છો? કેટલીક વખત તો સંસદમાં પસંદ કર્યા વગરના સાંસદ પણ. એટલું જ નહીં કેટલીક વખત તો તમે પ્રધાનમંત્રીની જેમ દેખાડો કરો છો. તમે છો કોણ? કેટલાંક નશેડી લોકો આપણને કંટ્રોલ કરવા માંગે છે જૈક.