કંગના સાથે કામ કરવું સૌથી મારો સૌથી ખરાબ અનુભવ: ફિલ્મ મેકર હંસલ મહેતા

કંગના રનૌત પર લાંબા સમયથી ફિલ્મ બનાવતી વખતે મનમાની કરવાનો આરોપ લાગતા રહે છે. હવે ડિરેક્ટર હંસલ મહેતાએ પણ એક અનુભવ શેર કર્યો છે. ૨૦૧૭ તેમણે ‘સિમરન ફિલ્મ બનાવી હતી. તેમાં કંગના રનૌત મુખ્ય અભિનેત્રી હતી. હંસલે આ અનુભવને ખૂબ જ ખરાબ ગણાવ્યો છે. હંસલ મહેતાએ એમ પણ કહૃાું કે આ એક એવી યાદ છે, જેના વિશે તેઓ વિચારવા પણ નથી માંગતા. તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહૃાું હતું કે તેમને કેટલીક વાર લાગે છે કે આ ફિલ્મ બની ન હોત.
જોકે હંસલે એમ પણ કહૃાું હતું કે તેમને કંગના માટે કડવાશ નથી અને તે સેટની બહાર તેની કંપની ખૂબ એન્જોય પણ કરતા હતા પરંતુ સેટનો સીન કંઇક અલગ જ હતો. હંસલે કહૃાું કે કંગનાએ સેટનો સંપૂર્ણ ચાર્જ સંભાળી લીધો છે અને તેણે અન્ય ડિરેક્ટરને પણ દિશા નિર્દૃેશો આપવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહૃાું કે ફિલ્મની રિલીઝ પછી તેમને પણ પૈસાને લઇને તકલીફ થઇ હતી અને દાવો કર્યો હતો તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ અસર પડી હતી આ દૃરેક અનુભવ બાદ પણ તેમણે કહૃાું કે
કંગના માટે કોઇ ખરાબ ફીલિંગ નથી અને બની શકે તે ફરીથી સાથે કામ કરે. હંસલ મહેતાએ કહૃાું, કંગના સારી અભિનેત્રી છે. તો શું ખબર કાલે અમે બન્ને એક સાથે ફિલ્મ કરવા ઇચ્છીએ. તો મનમાં એક બીજા માટે કડવાશ રાખવી બેકાર છે. સિમરનના દર્શકોને ક્રિટિક્સના સમાન રિવ્યુ મળ્યા હતા અને બોક્સ ઓફિસ પર સરેરાશ ચાલી હતી.