કચ્છનાં મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં સૌથી વધુ ૩.૭૨ ઇંચ વરસાદ

  • ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

    ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એટલે સોમવારે સવારે ૬ કલાક સુધીમાં રાજ્યનાં ૧૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છનાં મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં સૌથી વધુ ૩.૭૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં મહત્તમ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. અન્ય વિસ્તારોમાં નોંધાયેલા વરસાદનાં આંકડા જોઇએ તો,
    સાબરકાંઠાના પ્રાંતિજમાં ૮૮ એમએમ, રાજકોટનાં ધોરાજીમાં ૮૪ એમએમ, અમરેલીનાં ઝાફરાબાદમાં ૮૪ એમએમ જ્યારે રાજકોટનાં ઉપલેટામં ૭૬ એમએમ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ’દક્ષિણ ગુજરાત અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં તેમજ દક્ષિણ પશ્ર્ચિમ ઉત્તર પ્રદૃેશથી ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતમાં ટ્રો સર્જાયું છે. જેના કારણે રત,ડાંગ,તાપી,નવસારી,વલસાડ,જુનાગઢ,ગીર સોમનાથ,અમરેલીમાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બપોર બાદ ૪ વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કચ્છના મુન્દ્રા તાલુકામાં ૨થી ૪ ઇંચથી વરસાદ વરસ્યો હતો.