કચ્છનો દૃરિયાઈ પટ્ટો ચરસના સ્મગિંલગ માટે સેફ પેસેજ બન્યો

દૃરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન

કચ્છ,કચ્છના સરહદૃી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છ પશ્ર્ચિમ પોલીસેને મોટી સફળતા મળી છે. પશ્ર્ચિમ કચ્છ પોલીસે ૮૫ થી વધુ પેકેટ ચરસ ઝડપી પાડયા છે. પશ્ર્ચિમ કચ્છ મરીન પોલીસે અબડાસાના દૃરિયાઈ વિસ્તારમાંથી ૮૫થી વધુ ચરસના પેકેટ ઝડપી પાડયા છે. દૃરિયાઈ વિસ્તારમાં હજુ પણ પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કચ્છના દૃરિયાઈ કાંઠે ૨૦૦ જેટલા ચરસના પેકેટ જુદૃી જુદૃી સુરક્ષા એજન્સીએ બિનવારસુ હાલતમાં કબજે કર્યા છે.
કચ્છના અબડાસા િંસધોડીના દૃરિયા કિનારે પણ ૩૦ પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસુ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સે ઝડપીને પોલીસને સોંપ્યા છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સરહદૃી વિસ્તાર હોવાથી કચ્છમાં અનેક પ્રકારની હેરાફેરી કરવામાં આવે છે. કચ્છનો સરહદૃી વિસ્તાર ચરસના સ્મિંલગ માટે પંકાયેલ છે. અહીં અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે. જેથી મરીન પોલીસ પણ હંમેશા સતર્ક રહે છે.