કચ્છમાં ગાંધીધામના આકાશમાં કેટલાક દિવસોથી દેખાતા ઉલ્કા જેવા પ્રકાશપુંજથી કુતૂહલ

છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામના આકાશમાં સવારે કે સાંજે ધીમી ગતિ આગળ ધપતો ઉલ્કાપિંડ જેવો પ્રકાશપુંજ જોવા મળી રહૃાો છે, એને લઈને લોકોમાં જાતભાતની ચર્ચાઓએ છેલ્લા કેટલાક દિવસોથી જોર પકડ્યું હતું, ખરેખર તો ઈન્ટરનેશનલ લાઈટ્સના રૂટ બદલાતાં કચ્છના રહેણાક વિસ્તારોની ઉપરથી પસાર થતાં આ શ્યો દેખાતાં હોવાનું કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના સ્થાપક નરેન્દ્રભાઈ ગોરએ જણાવ્યું હતું. ગાંધીધામના યુવાન મનીષ શર્માએ કહૃાું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અથવા સાંજના સમયે એક તરફથી પૂંછડી સાથે આગળ વધતા આકાશી પદાર્થને જુએ છે, જે શ્યો શહેરના ઘણા લોકો જોઇને કુતૂહલ પામી રહૃાા છે, જે ઉલ્કાિંપડ કે ઉલ્કાવર્ષા હોવાથી લઈને યુએફઓ, જેટ હોવાની ચર્ચાઓ છેડાઈ છે.

આ વિષયના અભ્યાસુ સ્ટાર ગેઝિંગ ઈન્ડિયા સાથે જોડાયેલા અને એસ્ટ્રોનોમી ક્લબ શરૂ કરનારા નરેન્દ્રભાઈએ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું છેલ્લા એક મહિનાથી કચ્છના વિવિધ વિસ્તારોથી આ પ્રકારનાં શ્યો લોકો જોઇને કુતૂહલ પામી રહૃાા છે. થોડા સમય અગાઉ ઈન્ટરનેશનલ લાઈટ્સ કે જે ગલ્ફના દેશોથી મુંબઈ કે સિંગાપોર જતી હોય, એના રૂટમાં ફેરફાર કરાયો છે, જે હવે જિલ્લાનાં શહેરો ઉપરથી જાય છે એ છે. હાલ શિયાળાની ઠંડી ઋતુ હોવાને કારણે એનાથી ઉત્પન થતા ગેસને છોડાતા કણો પાછળ વિખેરાઈ જાય છે,

એના પર સવાર કે સાંજના સમયે સૂર્યનાં કિરણો પડતાં કે ઓરેન્જ કે સફેદ જેવો ચળકાટ દેખાય છે, જેથી તે ઉલ્કા જેવું હોવાનું પ્રતીત થાય છે. અહીં નોંધવું રહૃાું કે થોડા સમય અગાઉ આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણોના રૂટને બદલાવવામાં આવ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા, જે અંગે જાણકારોએ જણાવ્યું હતું કે અગાઉ રણ વિસ્તારની ઉપરથી ઊડતાં વિમાનો હવે શહેરી વિસ્તાર ઉપરથી ઊડતાં આ પ્રકારનાં શ્યો જોવા મળ્યાં છે.