કચ્છ અને મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવાની મંજૂરી, સાંસદે કરી કોરોના નિયમ પાળવા અપીલ

ભુજ,
રેલવેના પ્રવકતાએ આપેલી સતાવાર વિગતો મુજબ પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ભુજ અને દાદર વચ્ચે પ્રતિદિૃન વિશેષ ટ્રેન ચલાવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે અને આગામી સૂચના સુધી ચાલશે. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝા એ જણાવ્યું હતું કે, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ટ્રેન નંબર ૦૯૧૧૬ ભુજ-દાદર સ્પેશિયલ ભુજથી દરરોજ ૨૨.૨૫ વાગ્યે ઉપડશે અને બીજા દિૃવસે ૧૩.૫૦ વાગ્યે દાદર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર ૦૯૧૧૫ દાદર-ભુજ સ્પેશિયલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ થી દરરોજ ૧૫:૦૦ કલાકે દાદરથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૭.૦૦ વાગ્યે ભુજ પહોંચશે.
આ ટ્રેન ગાંધીધામ, ધ્રાંગધ્રા, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને દિૃશામાં રોકાશે.આ વિશેષ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના રિઝર્વ કોચ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનોનું રિઝર્વેશન ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ થી નોમિનેટેડ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ રેલવે મંત્રાલયનો આભાર માનતા જણાવયું હતું કે, મહામારી વચ્ચે અનલોક ૦૪ સાથે કચ્છ અને મુંબઈ વચ્ચે ટ્રેન સેવાની માંગ થઈ રહી છે. આ મુદ્દે રેલવે મંત્રાલયને રજૂઆત બાદ સ્પેશિયલ ટ્રેન સેવા મળી રહી છે ત્યારે પ્રવાસીઓએ કોરોના મહામારી સામે લડવાના ચોકકસ નિયમોનું પાલન કરવું પડશે અન્યથા સેવા બંધ થઈ જશે. જો લોકો નિયમ પાલન કરશે તો વધુ સેવા પણ મળી શકે છે.