કન્નડ સુપરસ્ટાર દર્શન પર જૂતુ ફેંકાવાની ઘટના પર કિચ્ચા સુદીપે દર્શનના સમર્થનમાં કહી વાત

કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન એક્ટર દર્શન પર ચપ્પલ ફેંકવાની ઘટનાની સખત નિંદા કરી છે. કર્ણાટકના હોસપેટેમાં પોતાની ફિલ્મ ’ક્રાંતિ’નું પ્રમોશન કરી રહેલા દર્શન પર એક અજાણ્યા વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું, જે તેના ખભા પર વાગ્યું હતું. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સુદીપને આ વિડિયો “પરેશાન કરનારો” લાગ્યો અને તેણે કહૃાું કે દર્શન અન્ય લોકો સાથે સ્ટેજ પર ઉભો હતો અને ’ગુસ્સો’ વ્યક્ત કરવાનો આ યોગ્ય રસ્તો નથી. સોશિયલ મીડિયા પર શેર કરેલી લાંબી નોટમાં સુદીપે લખ્યું છે કે, આપણી ભૂમિ, ભાષા અને સંસ્કૃતિ પ્રેમ અને સન્માન વિશે છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, અને દરેક સમસ્યાને ઉકેલવાની ઘણી રીતો હોય છે. દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ અને કોઈપણ સમસ્યાનું સમાધાન સૌહાર્દપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે.” તેણીએ ઇવેન્ટમાં ભીડના વર્તન પર પ્રશ્ર્ન ઉઠાવ્યો અને કહૃાું, “મેં જે વિડિયો જોયો તે ખૂબ જ હેરાન કરનારો હતો. ત્યાં અન્ય ઘણા લોકો ઉભા હતા અને ફિલ્મની લીડીંગ લેડી પણ ઘટનાનો ભાગ હતા અને તે સમયે ગુસ્સા સાથે તેમને કોઇ લેવા દૃેવા ન હતાં. તેને જાહેરમાં અપમાનિત કરવાથી પ્રશ્ર્ન થાય છે કે શું આપણે કન્નડીગાઓ આ અયોગ્ય પ્રતિક્રિયાઓ માટે જાણીતા છીએ. શું આ પ્રકારનો આક્રોશ જ એકમાત્ર વિકલ્પ છે?” દર્શન અને દિવંગત એક્ટર પુનિત રાજકુમારના ફેન્સ વચ્ચેના અણબનાવ તરફ ઈશારો કરતા સુદીપે તેની નોટમાં આગળ લખ્યું, “જ્યાં સુધી દર્શનની વાત છે, હું સંમત છું કે તેની અને પુનિતના ફેન્સ વચ્ચે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે જે સુખદ ન હોય. પરંતુ શું આ પ્રતિક્રિયાને પુનીતે પોતે પ્રશંસા કરી કે ટેકો આપ્યો હશે? જવાબ કંઈક એવો છે જે કદાચ તેના દરેક પ્રશંસક જાણે છે. ભીડમાં એક વ્યક્તિના મૂર્ખામીભર્યા કૃત્યથી પ્રેમ, ગૌરવ અને સન્માન નામની સમગ્ર સિસ્ટમને નુકસાન ન થવું જોઈએ, જેના માટે પુનિતના ફેન્સ જાણીતા છે. સુદીપે સ્વીકાર્યું કે તેને દર્શન સાથે મતભેદો હતા પરંતુ ઉમેર્યું હતું કે તેના અંગત મતભેદો તેને અયોગ્યની સામે બોલતા અટકાવશે નહીં. તેણે લખ્યું, આ ઇન્ડસ્ટ્રી અને આપણી ભાષામાં ઘણું યોગદાન આપ્યું છે. અમારી વચ્ચેના મતભેદો એવા નથી કે જે મને ખરેખર હું જે અનુભવે છે તે વિશે બોલતા અટકાવે. તે ચોક્કસપણે આને લાયક ન હતો અને તેનાથી મને પણ પરેશાની થઇ રહી છે.” જણાવી દઇએ કે એક્ટર દર્શન તેની વિવાદિત ટિપ્પણીઓને કારણે ટીકાઓનો ભોગ બની રહૃાો છે. તે કર્ણાટકમાં મુખ્ય પ્રવાહના મીડિયા સાથેના ખરાબ સંબંધોને કારણે પણ ચર્ચામાં રહૃાો છે. અગાઉ, ટેલિફોનિક વાતચીતમાં દર્શનને કથિત રીતે તેના જીવનના દરેક પાસાને તપાસ હેઠળ રાખવા માટે મીડિયાને ખરી ખોટી સંભળાવતા બતાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઘણી મોટી ન્યૂઝ ચેનલોએ ક્રાંતિની પ્રમોશનલ ઇવેન્ટ્સનો બહિષ્કાર કર્યો હતો.