કપાસનાં ભાવમાં રૂા.200નો ઉછાળો આવ્યો

સાવરકુંડલા,
કપાસનાં વાયદા બજારમાં થયેલા ફેરફારો સાથે જીન મીલોની માંગ નિકળતા કપાસનાં ભાવમાં બે દિવસથી ઉછાળો આવ્યો છે. રૂ ની બજારમાં હાલનાં તબક્કે વહેંચવાલી ઓછી છે તેની સામે મીલોની માંગ નિકળતા સતત બિજા દિવસ એટલે કે શનિવારે ખાંડી એ રૂા.100 નો વધારો થયો હતો. આમ બે દિવસમાં રૂા.200 સૌરાષ્ટ્રનાં માર્કેટયાર્ડોમાં વધ્યાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં કોઇ મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂ માં સતત બીજા દિવસે રૂા.100 નો વધારો જોવાયાની સાથે કપાસીયા અને ખોળનાં ભાવમાં સ્થિરતાનો મહોલ જોવા મળે છે. રૂ નાં ભાવમાં ગઇ કાલની તુલનાએ રૂા.100 નો વધારો થયો હતો અને ભાવ ગુજરાતમાં 60.200 થી 400-460 જોવા મળ્યાં હતાં. કપાસીયા ખોળ હાજર બજારમાં કપાસીયા સીડમાં રૂા.5 ઘટ્યા હતા અને ખોળનાં ભાવ સ્ટેબલ હતાં. સૌરાષ્ટ્રમાં કપાસીયાનો ભાવ રૂા.615 થી 625 હતાં. કડીમાં ભાવ રૂા.600 થી 625 હતાં. ખોળનાં ભાવ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડમાં રૂા.1575 અને નાની મીલોનાં રૂા.1480 થી 1520 ભાવ હતાં. જ્યારે ઉતર ગુજરાતમાં કડી માર્કેટયાર્ડમાં કપાસીયા ખોળનાં ભાવ રૂા.1550 થી 1570 હતાં. હારીજ આજુ બાજુનાં વિસ્તારમાં પીવીસી બેગમાં 1605 અને સુગર બારદાનમાં 1645નાં ભાવ હતાં. જે ગઇ કાલની તુલનાએ રૂા.15 નો ઘટાડો થયો હતો. તેમ કપાસનાં વાયદા બજારનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.