અમરેલી,આપણે જે કંઇ પ્રકૃતિને આપીએ તે આપણને વ્યાજ સહિત પાછુ આપે છે અને એ સંદેશ પણ આપે છે કે, તમે કોઇને ઝેર આપો તો તમને ઝેર જ પાછુ આપે તે કયાંરેય અમૃત થઇ પાછુ નથી આવતુ આનો નજર સામેનો સચોટ દાખલો એ છે કે, કપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી છે કારણ કે જેનો નાશ ન થઇ શકે તેવી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતર સાથે છેેલ્લા ત્રીસ વર્ષથી શરૂ થયેલ કપાસની ખેતી આ વખતે ઘટી જવાની છે કપાસનો હમણા તો હંગામી રીતે કુદરતે મૃત્યુઘંટ વગાડયો છે.કાઠીયાવાડમાં બીનઉપજાવ જમીનોને મુળ નિવાસી કોળી તથા સૌરાષ્ટ્રમાં આવેલા પાટીદાર સમાજે કાળી મહેનત કરી ઉપજાવ બનાવી હતી તેના વાડ,શેઢા અને સીમાડા પ્રકૃતિનું સંતુલન જાળવી રાખતા વિવિધ પશુ પંખીઓ અને સરીસૃપોથી છલકતી હતી અમરેલી જિલ્લામાં ખેતીલાયક જમીન સાડાપાંચ લાખ હેકટર છે ગાયકવાડી સાડાત્રણ વિઘાનો એક હેકટર થાય સોરઠી વિઘા નાના હોય. આ લખનારથી યાદ છે આજથી ત્રીસ વર્ષ પહેલા વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવો મઠીયો કપાસ થતો અને તે પણ ચાલીસથી પચાસ હજાર હેકટરમાં અને મગફળી ત્રણથી ચાર લાખ હેકટર વચ્ચે વવાતી હતી જયારે આજે કપાસ ચાર લાખ હેકટરમાં વવાય છે અને મગફળી સાવ ઓછી થઇ ગઇ છે.આની પાછળ ઘણા કારણો છે પણ મુખ્ય કારણ ભુંડણા અને રોજડાનો ત્રાસ છે તેને કારણે માંડવી અને કઠોળનુંવાવેતર ઓછુ થઇ ગયું કપાસમાં આવુ ન થાય અને બીજુ કારણ કપાસ વેંચાય એટલે તેના રોકડા પૈસા હાથમાં આવે કારણ કે આપણે રૂ બહાર નિકાસ કરતા હતા તેના નાણા તરત હાથમાં આવતા હતા. સાથે સાથે 1970ના દાયકાથી પાટીદાર સમાજે સમય પ્રમાણે તેની પાંખો વિસ્તારી કારણ કે ખેતી તો આકાશી રોજી હતી જો વરસ આઠ આની થાય તો મુશ્કેલી થાય આથી પાટીદાર સમાજે હિરાબજાર સર કરી સુરતથી મુંબઇ સુધી કબજો કર્યો આ સાહસિક પેઢીની ગેરહાજરી અને ગામડાઓમાં માઝા મુકેલી દાદાગીરી વચ્ચે ખેડુતને અસલામતી લાગી રાત્રીના રખોપુ કરવા જવા કરતા કપાસ વાવો એને કયાં ઢોર ખાવાના છે આ ગણીતે પણ કપાસને ઉતેજન આપ્યું.કપાસની ખેતી સારી બાબત છે પણ કપાસને ઉછેરવા તેના રોગને નાથવા અને તેની પાસેથી મોટુ વળતર લેવાની લાયમાં બાપદાદાઓએ લોહી પસીનો વહાવી ફળદ્રુપ બનાવેલી જમીનમાં હળાહળ ઝેર ભરેલી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરો નાખવાનું શરૂ કર્યુ અને અગાઉ લખ્યું છે તેમ શ્રી જિતેન્દ્ર તળાવિયાના 2015ના ફલડ વખતના કથન અનુસાર પ્રકૃતિ કોઇ વસ્તુ સંઘરતી નથી તે પાછુ આપે આ ઝેરને કારણે કેન્સર, ટીબી, હદયરોગ સહિતના અનેક રોગ આવ્યા લોકોએ ઉત્પાદનની લાયમાં શેઢાઓનો નાશ કર્યો જેમા વિવિધ પ્રકાર પશુ પંખીે રહેતા અને ખેતરના પાકમાં આવનારી જીવાતનો નાશ કરતા હતા તેને કારણે ખેતરોમાં દવાઓ છાંટવાની જરુર જ નહોતી. હવે કપાસમાં એવી ગુલાબી ઇયળ આવી છે કે, ઝેરીમાં ઝેરી દવા પણ તેને મારી શકતી નથી તેના કારણે કપાસનો ફાલ પણ બગડયો છે અને બે ચાર વરસ મહેનત પછી જમીન જો છાણીયા ખાતરનો ઉપયોગ થાય તો ઝેરમુકત થવાની શકયતા હોય હાલમાં સરકાર દ્વારા ખેડુતને ગાયના પાલન માટે વાર્ષિક નવ હજારની સહાયની જાહેરાત કરાઇ હોય તેનો લાભ ઉઠાવવો પણ જરુરી છે જેનાથી પશુપાલન અને ખેતી બન્ને બચશે.