કપિલદેવના નિધનની અફવા ઉડતા કપિલ દેવે શેર કર્યો વીડિયો

ભારતના સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર કપિલદેવને તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરાવવાની ફરજ પડી હતી.. કપિલદેવ તરત જ સાજા થઈ ગયા હતા અને ૨૫મી ઓક્ટોબરે તો તેમને દિલ્હીની ફોર્ટીસ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. જોકે હવે એવા સમાચાર ફેલાયા છે કે તેમનું નિધન થઈ ગયું છે. આ પ્રકારની અફવાઓ કપિલદેવના કરોડો ફેન્સને આઘાત આપનારી છે. આ દરમિયાન ખુદ કપિલદેવે એક વીડિયો જારી કરીને નિવેદન આપવું પડ્યું છે.
૨૧ સેકન્ડના આ વીડિયોમાં કપિલદેવ સ્વસ્થ લાગી રહૃાા છે. જેમાં કપિલદેવે એક ખાનગી બેંક સાથે વાત કરવા અંગે કહૃાું હતું. તેમણે જણાવ્યું હતું કે હું કપિલદેવ બોલી રહૃાો છું. ૧૧મી નવેમ્બરે બાર્કલે પરિવાર સાથે હું મારી વાત રજૂ કરીશ. કેટલીક ક્રિકેટ સંબંધી વાતો. કેટલીક યાદગાર વાતો અને તહેવારની સિઝન વિશેની વાતો. આથી જ તૈયાર થઈ જાઓ સવાલ અને જવાબ માટે. કપિલદેવ સાથે સંકળાયેલા સૂત્રો પરેશાન છે કે આખરે લોકો કેવી રીતે તેમના નિધનના સમાચાર ફેલાવી દે છે.
એક સૂત્રે લખ્યં છે કે દરેક જગ્યાએ નકારાત્કમ લોકો હોય છે. ખોટા સમાચાર દબાવી દો. કપિલદેવનો આ વીડિયો સોમવારે જ તૈયાર કરાયેલો છે. કપિલના મિત્ર અને ભૂતપૂર્વ સાથી ઓલરાઉન્ડર મદન લાલે પણ ટ્વિટકરીને કહૃાું હતું કે મારા મિત્ર અને સાથી ખેલાડીના નિધન અંગે જે અફવા ફેલાવવામાં આવી છે તે અસંવેદનશીલ છે અને બિનજવાબદાર છે. કપિલદેવ સ્વસ્થ છે અને વધુ બહેતર બનતા જાય છે.