- સલમાન ખાન ધ કપિલ શર્મા શોનો કો-પ્રોડ્યૂસર છે
- સુશાંતનું નિધન થયું ત્યારે પટનામાં લોકોએ સલમાન, કરણ, એકતા, આલિયા તેમજ ભણસાલીના પૂતળા બાળ્યા હતા
સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું છે ત્યારથી તેના ફેન્સમાં બોલિવુડ દિગ્ગજો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહૃાો છે. એક્ટરના મૃત્યુ માટે બી-ટાઉનના અમુક લોકો જ જવાબદાર છે તેવું તેમનું કહેવું છે. એક્ટરનું નિધન થયું ત્યારે તેના વતન પટનામાં પણ લોકોએ સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીના પૂતળા બાળ્યા હતા અને તેમની ફિલ્મોનો વિરોધ કરવાની માગ કરી હતી. હવે, જસ્ટીસ ફોર સુશાંત સિંહ રાજપૂત એસએસઆર નામના ફેસબુક ગ્રુપે કપિલ શર્માના શો ’ધ કપિલ શર્મા શો’નો બોયકોટ કરવાની માગ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ’પ્રિય સભ્યો, કપિલ શર્માના શોનો પૂરી રીતે બહિષ્કાર કરો. ગ્રુપના સભ્યએ શેર કર્યું છે કે, એસએસઆર પરિવાર, સલમાન ખાન ધ કપિલ શર્મા શોનો કો-પ્રોડ્યૂસર છે. આપણે તેને બધી જગ્યાએથી સંપૂર્ણ રીતે બોયકોટ કરવાનો છે, માત્ર તેની ફિલ્મોનો જ નહીં પરંતુ દરેક એન્ગલથી. તો ચાલો ધ કપિલ શર્મા શોનો આજથી જ બહિષ્કાર કરીએ. સંપૂર્ણ રીતે બહિષ્કાર. ગ્રુપમાં હાલ ૯૧ હજાર સભ્યો છે. ઘણા સભ્યોએ આ પોસ્ટને લાઈક અને શેર કરી છે. આ સિવાય કોમેન્ટ કરીને કોમેડી શોનો બહિષ્કાર કરવામાં મદદ કરવાનું કહૃાું છે. સુશાંતના ફેન્સનું માનવું છે કે દિવંગત એક્ટર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોઝિટમનો ભોગ બન્યો. નેપોઝિટમના કારણે સુશાંત જેવા ટેલેન્ટને તક આપવામાં આવતી નથી, તે જેથી કરીને સ્ટાર કિડ્સ આગળ વધે.