કપિલ શર્માએ મુકેશ ખન્નાના નિવેદનને પર આપી પ્રતિક્રિયા, કહૃાું- હું મારા કામ ઉપર ફોકસ કરવા માંગુ છું

કોમેડિયન કપિલ શર્મા એ મહાભારત ના ‘ભીષ્મ પિતામહ મુકેશ ખન્ના ને આખરે પ્રતિક્રિયા આપી છે. મુકેશ ખન્નાએ ધ કપિલ શર્મા શો ને લઈને તીખી ટિપ્પણી કરી હતી. તેણે આ શોને અશ્ર્લીલ કહૃાો હતો. કપિલ શર્મા એ ભીષ્મની ટિપ્પણી ઉપર પ્રતિક્રિયા આપતા કહૃાું હતું કે મારી સમગ્ર ટીમ લોકોને હંસાવવા માટે ખુબ જ મહેનત કરે છે. હું મારા કામ ઉપર ફોકસ કરવા માંગુ છું અને તે કરતો રહીશ. તમને જણાવી દઈએ કે હાલમાં જ મહાભારતની સમગ્ર ટીમ કપિલ શર્મા શોમાં પહોંચી હતી. પરંતુ મુકેશ ખન્ના ન આવ્યા. જ્યારે ચાહકોએ તેને તેનું કારણ પૂછ્યું તે તેણે જવાબ આપતા ઈંસ્ટાગ્રામ ઉપર લખ્યુ હતું કે મને આ શો કરતા વધારે ખરાબ શો બીજો કોઈ નથી લાગતો. આ શો અશ્ર્લીલતાથી ભરપૂર હોય છે. જેમાં મર્દ સ્ત્રીઓના કપડા પહેરે છે. ખરાબ ઈશારાઓ કરે છે અને લોકો પેટ પકડીને હસે છે. મુકેશ ખન્નાની આ ટિપ્પણીનો કપિલે જલદીથી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ હવે તેણે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહૃાું કે જ્યારે દૃૂનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે લોકોને હંસાવવા વધારે જરૂરી છે. તે દરેક માણસ ઉપર નિર્ભર હોય છે કે તેને કઈ વાતમાં ખુશી ગોતવી છે અને કંઈ વાતમાં ખામી ગોતવી. મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકા નિભાવી ચૂકેલા ગજેન્દ્ર ચૌહાણે પણ મુકેશ ખન્નાની આલોચના કરી હતી.
વિવાદથી દૃૂર કામની વાત કરીએ તો કપિલ શર્માએ હાલમાં જ પોતાની વેબ સીરીઝનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. કહેવામાં આવી રહૃાું છે કે આ માટે કપિલે રૂ.૨૦ કરોડ રૂપિયા લીધા છે. જો કે આ માહિતીની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક ખરાબ સમયમાંથી બહાર નિકળ્યા પછી કપિલ શર્માએ ફરી પહેલા જેવી જ લોકપ્રિયતા મેળવી લીધી છે. સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.