કપિલ શર્મા શોમાં ફરી જોવા મળી શકે છે ડો.મશુર ગુલાટી

સુનીલ ગ્રોવર જલદી એક નવો શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન લઈને આવી રહૃાો છે. આ શોમાં તેમની સાથે શિલ્પાશિંદે છે. સુનીલ ગ્રોવરે હાલમાં જ આપેલા એક ઈંટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેણે આ શો માટે પોતાની ફીમાં ઘટાડો કર્યો છે. મને લાગી રહૃાું છે કે હાલનો જે સમય ચાલી રહૃાો છે જેમાં બીજા લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

આપણે બીજાની રોજી રોટી વિશે પણ વિચારવું પડશે. સુનીલે વધુમાં કહૃાું કે મેં નિર્ણય કર્યો છે કે આ શોમાંથી થનારી કમાણીને હું દાનમાં આપીશ. જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ. હાલના સમયમાં લોકોની મદદ કરવી દરેકની ફરજ છે. તો સાથે સાથે કપિલની સાથે કામ કરવાને લઈને સવાલ પુછવામાં આવતા કહૃાું કે જો નસીબમાં મારું અને કપિલ શર્માનું સાથે કામ કરવાનું લખ્યું હશે તો ચોક્કસથી કરીશું.

જ્યારે પણ મારો નવો શો આવે ત્યારે મને કપિલ શર્મા વિશે પૂછવામાં આવે છે. અમે ક્યારેક ક્યારેક એક બીજા સાથે વાત કરી લઈએ છીએ. મેં જ્યારથી શો છોડ્યો છે. તેને ઘણો સમય વીતી ગયો છે. સમય ઘણી વસ્તુ બદલી દે છે.