તા. ૧૪.૬.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ જેઠ પૂર્ણિમા, કબીર જયંતિ, જ્યેષ્ઠા નક્ષત્ર, સાધ્ય યોગ, વિષ્ટિ કરણ આજે સાંજે ૬.૩૨ સુધી જન્મેલાંની વૃશ્ચિક (ન ,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) .
મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા .
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.
કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ જેઠ માસની પૂનમ અને કબીર જયંતિ છે. સંત કબીરનું જીવન અનોખું હતું તેમની રચના આજે પણ લોકબોલી અને કહેવતની જેમ વણાઈ ગઈ છે. કબીરના વિચારો પચાવવા માટે નવી દ્રષ્ટિ કેળવવી પડે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરથી લઇ ને ઓશો સુધીના વિચારકો અને સાહિત્યકારો તેમની રચનાથી પ્રભાવિત થયા છે. તેમની વાણીમાં સચ્ચાઈ છે, અનુભવ છે જીવનને સમજવાનો અનોખો માર્ગ છે અને તેથી જ જયારે કબીર જીવનમાં પ્રવેશે છે ત્યારે દુઃખી થવાના માર્ગ બંધ થઇ જાય છે, દુઃખ સ્વયં અસત્ય છે, તે સમજાઈ જાય છે આપણી જીવન પ્રત્યેની સમજણ બદલાઈ જાય છે. મિટ્ટી કહે કુમ્હાર સે થી લઇ ને માલી સીચે સો ઘડા ઋતુ આયે ફલ હોય સુધીની રચનાઓ વિચારની તાજગી અને શાશ્વત સત્ય દર્શાવે છે. કબીર સાહેબે અખા ભગતની જેમ એમની સંગ્રહિત થયેલી વાણી મારફતે સમાજમાં ચાલતા સ્થૂળ ,મિથ્યાચાર ઉપર કટાક્ષનો કોરડો વીંઝ્યો છે.સંત કબીર એમના સર્વ માન્ય અને ભોગ્ય દુહા,સાખી શબ્દ સાહિત્ય દ્વારા અધ્યાત્મને નવો આયામ આપ્યો છે. આજે તેમની જયંતિ પર આ મહાન સંતને યાદ કરી પ્રણામ કરીએ.