કચ્છના નાના રણમાં પાકિસ્તાની રિંગ પહેરાવેલું દુર્લભ પક્ષી દેખાતા પહેલા રીતસરની અફડાતફડી મચી ગઈ હતી. કચ્છના નાના રણમાં હોબારા પક્ષી દેખાયું છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં હોબારા જોવા મળ્યું છે. હોબારા ગુજરાતીમાં ટીલ્લોર તરીકે ઓળખાય છે. બર્ડ રીંગથી માઈગ્રેશન ડેટાની ચકાસણી થશે. કરછના નાના રણમાં શંકાસ્પદ હાલતમાં એક વિદેશી પક્ષી નજરે પડ્યું હતું. પક્ષીના પગ પર શંકાસ્પદ રિંગ બાંધેલી હોવાથી પાકિસ્તાન તરફથી ગુપ્ત માહિતી એકત્ર કરવા છોડવામાં આવ્યું હોવાની આશંકાઓ સેવવામાં આવી છે. વઢવાણ ખાતે રહેતા પક્ષીપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં વિદેશી પક્ષીને કેદ કર્યું છે.
પ્રાથમિક તપાસમાં ટિલલોર નામનું પક્ષી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશી પક્ષીઓની તપાસ અને રિસર્ચ કરતી સંસ્થાઓને પક્ષીની તસવીરો અને વીડિયો મોકલતા વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં પક્ષી કેમેરામાં કેદ થતા લોકોમાં ફફડાટ સહિત અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં પડતું અને સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામે પાકિસ્તાની રિંગ પહેરાવેલું પક્ષી જોવા મળ્યું છે. ભારતના દુર્લભ પક્ષીની જાતિમાં જેની ગણના થાય છે તે હોબારા પક્ષી ગુજરાતી ભાષામાં ટીલ્લોર તરીકે ઓળખાય છે.
પાકિસ્તાનથી જે પક્ષીઓ સ્થળાંતર કરે પછી કયાં કયાં ફર્યા તે રૂટની ખબર ન હોય તેવા પક્ષીને પાકિસ્તાનના કલર કોડ પ્રમાણે લીલા કલરની રિંગ પહેરાવાય છે. વઢવાણના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દેવવ્રતિંસહ મોરીએ આ દુર્લભ પક્ષીની તસવીર કેમેરામાં કેદ કરી છે. પક્ષી વિશે વધુ માહિતી મેળવવા તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તથા યુએઈ અને પાકિસ્તાનના સંયુક્ત સાહસ હોબારા ફાઉન્ડેશનને ફોટો મોકલી આપ્યો છે. ત્યારબાદ બર્ડની રિંગ અંગેની વધુ માહિતી મળશે.