કરણ જોહરની આગામી ફિલ્મમાં જાહ્નવી કપૂર અને મહેશ બાબુ રૂપેરી પડદે જોવા મળશે

જાહ્નવી કપૂર બોલીવૂડમાં પોતાની ઓળખ સ્થાપવાના પૂરા પ્રયાસ કરી રહી છે. જોકે તેને જોઇએ તેટલી સફળતા મળી નથી. હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ ’રુહી’ પણ બોક્સ ઓફિસ પર ઝાઝુ ઉકાળી શકી નથી. હવે જાહ્નવી જલદી જ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મથી મહેશ બાબૂ બોલીવૂડમાં ડેબ્યુ કરે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ પર કરણ જોહર કામ કરી રહૃાા છે. તેણે આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કરણ જોહર એક યંગ ડાયરેકટરની શોધમાં છે. ફિલ્મનું શૂટિંગ પણ જલદી  પુરુ કરવાની યોજના છે. મેકર્સ આ ફિલ્મનું શૂટિંગ ફક્ત ૬૦ દિવસોની અંદર જ પુરુ કરી દેવા માંગે છે.

મહેશબાબુના પિતા કૃષ્ણા અને જાહ્નવીની માતા શ્રીદેવીએ ઘણી ફિલ્મો સાથે કરી છે અને સુપરહિટ રહી છે. આ જોડી તેમના ચાહકોને બહુ પસંદ હતી. હવે પ્રશંસકો મહેશ બાબુ અને જાહ્નવી કપૂરની જોડીને રૂપેરી પડદે જોવા ઉત્સુક છે.