કરણ જોહરે રિહાનાની ટ્વીટનો આપ્યો જડબાતોડ જવાબ અને કહૃાું- આપણે કોઇને પણ પોતાને વહેંચાવા દેવા જોઇએ નહીં

ખેડૂત આંદોલનને લઇ અમેરિકન પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર હલચલ તેજ થઇ ગઇ છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં તેના પર એક પછી એક રિએકશન આવી રહૃાા છે. અક્ષય કુમાર, અજય દેવગણ અને કંગના રાનૌત જેવા સ્ટાર્સ બાદ હવે પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડાયરેકટર કરણ જૌહરે પણ ટ્વીટ કરી છે. જે ખૂબ વંચાય રહી છે. કરણ જૌહરનું કહેવું છે કે આપણે કોઇને પણ પોતાને વહેંચાવા દેવા જોઇએ નહીં. તેમણે પોતાની ટ્વીટમાં હેશટેગ ઇન્ડિયા ટુગેદર પણ જોડ્યું.

કરણ જોહરે પોતાની ટ્વીટમાં લખ્યું કે આપણે ઉથલપાથલ ભર્યા સમયમાં રહીએ છીએ અને દરેક અવસર પર સંયમ બનાવી રાખવાની જરૂર છે. આવો આપણે મળીને દરેક શકય પ્રયાસ કરીએ કે આપણે એવું સમાધાન નીકાળીએ જે તમામ માટે કામ કરે. આપણા ખેડૂત ભારતની કરોડરજ્જુ છે. આપણે કોઇને પણ ખુદને વહેંચાવા દેવા જોઇએ નહીં. કરણ જોહરની આ ટ્વીટ પર યુઝર્સ જોરદાર રિએકશન આપી રહૃાા છે.