કરીના-સૈફના ઘરે આવ્યો નવો મહેમાન: કરીના કપૂર ખાન બીજા દીકરાની માં બની

કરીના કપૂર ખાને બીજા દીકરાની માં બની ગઈ છે. કરીના કપૂર ખાને આજે દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચાર આવતા જ ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન માટે આ અવસર ખાસ છે. કારણ કે તેમના ઘરે નવો મહેમાન આવ્યો છે. કરીનાએ સૈફ અલી ખાન સાથે મળીને ઓગષ્ટ ૨૦૨૦માં પોતાના બીજા બાળકની જાહેરાત કરી હતી. કરીના કપૂરે ૨૦મીની રાત્રે દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં અનુષ્કા શર્માએ પણ વામિકાને જન્મ આપ્યો હતો. કરીના તથા બાળકની તબિયત એકદમ સારી છે.

કરીનાની ડિલિવરી ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી. વર્ષ ૨૦૧૬માં કરીનાએ ૨૦ ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પાસે જ ડિલિવરી કરાવી હતી. કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાની બીજી ડિલિવરી પણ ડૉ. રૂસ્તમ સોનાવાલા કરાવી હતી. કરીના કપૂરે ૧૪ ફેબ્રુઆરીની રાત્રે પિતાનો જન્મદિવસની પાર્ટી માણી હતી. કરીના પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે આવી હતી. ગ્રીન સિલ્ક કતાનમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.