કરોડો કક્ષાના કેળવણીકારોની દાનત બહાર આવી ગઇ – હરેશ બાવીશી

  • ફી બંધ તો શિક્ષણ બંધ
  • નામદાર હાઇકોર્ટ ઓનલાઇન શિક્ષણના નામે ફીના ઉઘરાણા બંધ કરવાનો આદેશ આપ્યો તો સ્વનિર્ભર શાળાઓએ ઓન – લાઇન બંધ કરવાની ધમકી આપીને કરોડો કમાઇને બેઠા છે છતા પોતાની મુળ દાનત બતાવી છે
  • ઓનલાઇન શિક્ષણ બંધ થવાથી કેળવણીનું કાર્ય બંધ નથી થવાનું કારણ કે સરકારશ્રી દ્વારા હંમેશા વખતો વખત વિદ્યાર્થીના હિતમાં જ નિર્ણય લેવાય છે.

    અમરેલી,
    નામદાર હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયના વિદ્યાર્થી અને વાલીઓના વિશાળ હિતમાં નિર્ણય લઇને રાજયની સ્વનિર્ભર શાળાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ઓનલાઇન એજયુકેશનના નામે ફી ના ઉઘરાણા બંધ કરવા તથા જે શાળાઓએ બુકીંગ, એડવાન્સ, કન્ફર્મેશન ના નામે ત્રણ માસની, છ માસની તો કેટલાક કિસ્સામાં આખા વર્ષની ફી ઘરભેગી કરી છે તે રીફંડ આપવી અથવા કેરી ફોરવર્ડ કરવી તેવો આદેશ આપ્યો તેને ડાયનેમિક ગૃપ સહર્ષ આવકારે છે. નામદાર હાઇકોર્ટના આદેશ થી તાત્કાલિક ઉઘમાંથી જાગેલી સરકારે પણ ફી ના ઉઘરાવવા કરેલા પરિપત્રને પણ ડાયનેમિક ગૃપ આવકારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા રાજયના મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી, રાજયપાલને ધારદાર રજુઆત કરવામાં આવી હતી. કે શાળા – કોલેજોના સંચાલકો ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓને ડરાવીને ખીસ્સા ખંખેરવા મંડયા હતા. તે બંધ થાય આખરે તમામ પ્રકારની રજુઆત રંગ લાવી અને નામ હાઇકોર્ટ અને સરકારશ્રીએ ઓનલાઇન એજયુકેશનના નામે ઉઘરાણી ન કરવા આદેશ આપ્યો છે. ત્યારે જે સ્કુલ કોલેજોના સંચાલકોએ ઓનલાઇન અજયુકેશનના નામે ફીના ઉઘરાણી કરીને વાલીઓને લુંટવાનું કાર્ય કર્યુ છે તેવી તમામ સંસ્થાઓમાં તપાસ થવી જોઇએ કે કઇ વિદ્યાશાખામાં કુલ કેટલા પ્રવેશ આપ્યા ? વિદ્યાર્થીદિઠ કેટલી ફી વસુલી ? હોસ્ટેલ ફી પેટે કેટલા ઉઘરાવ્યા ? વિદ્યાર્થીને કે વાલીઓને ફી રિસિપ્ટ આપી છે કે કેમ ? નથી આપી તો કયા હેડ હેઠળ લેવાયા ? વિ. બાબતોમાં શિક્ષણતંત્ર, જીલ્લાનું વહીવટી તંત્ર, સરકારશ્રી ઉડુ ઉતરીને તપાસ કરે તો કરોડોનું કૌભાંડ બહાર આવવાની તમામ શકયતાઓ છે. ત્યારે જે વાલીઓએ જે શાળા કોલેજોમાં ફી ભરી છે તેની શિક્ષણ ફી, હોસ્ટેલ ફી વિ. ની રિસિપ્ટની માંગણી કરે તથા જયારે સ્કુલ ,કોલેજો ખુલે ત્યારે આગળની ફી ને કેરી ફોરવર્ડ કરે પછી જ બીજી ફી ભરે તે માટે તમામ વાલીઓને અપીલ છે. તથા કોઇ પણ શાળા કોલેજોના કહેવાતા પદાધિકારીઓ ફી ભરવા દબાણ કરે તો કાયદેશરની ફરિયાદ કરીને શિક્ષણ માફિયાઓની મિલિભગત બહાર લાવે.