- તા. ૧૬.૭.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ ત્રીજ, ધનિષ્ઠા નક્ષત્ર, આયુષ્માન યોગ, બવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ શનિવારને સંકષ્ટ ચતુર્થી છે. જે મિત્રોના કાર્યમાં વારંવાર અંતરાય આવતા હોય કે વિઘ્ન આવતા હોય તો તેમના માટે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ખુબ સારું પરિણામ આપનારું છે. ગણેશજી વિઘ્નહર્તા છે વળી ક્રૂર ગ્રહોની અસર સમાપ્ત કરવા માટે સંકષ્ટ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન સુંદર પરિણામ આપનાર બને છે. આજે સૂર્ય અને બુધ બંને રાશિ પરિવર્તન કરી રહ્યા છે. સૂર્ય અને બુધ બંને કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અગાઉ લખ્યા મુજબ સૂર્ય અને બુધના કર્ક પ્રવેશથી જલતત્વમાં વૃદ્ધિ થશે કેમ કે કર્કએ જળતત્વની રાશિ છે વળી કર્ક ખુબ જ સંવેદનશીલ રાશિ છે માટે સૂર્ય અને બુધના કર્કમાં આવવા થી કોઈ મોટા ગજાની વ્યક્તિ જાહેરમાં ભાવવિભોર થતી કે લાગણીશીલ થતી જોવા મળશે વળી સૂર્ય બુધ કર્કમાં આવવાથી લાગણીના સંબંધોમાં દુઃખ પહોંચવાની વ્યક્તિગત બાબતો અને હર્ટ થવાની બાબત બને અને વિરહની વેદના પણ ક્યાંક જોવા મળે. કર્ક ચંદ્રનું ઘર છે ચંદ્ર રાણી છે જયારે સૂર્ય રાજા અને બુધ કુમાર છે માટે રાણીના ઘરમાં રાજા અને કુમારનું આગમન છે જે પારિવારિક ભાવનાઓને મજબૂત કરનાર સમય બને છે વળી આ સમયમાં પારિવારિક ફિલ્મ અને સીરીઅલ તરફ લોકોનો વધુ ઝુકાવ જોવા મળશે તો સરકાર દ્વારા પણ ભાવનાત્મક