કર્ણાટકના બેગ્લુંરુંમાં એક ૧૧ વર્ષના બાળકે પોતાની મૃત માતાના શબ સાથે બે દિૃવસ વિતાવ્યા

બેગ્લુંરું,તા.૦૬
કર્ણાટકના બેંગાલુરુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક ૧૧ વર્ષના બાળકે પોતાની મૃત માતાના શબ સાથે બે દિૃવસ વિતાવ્યા હતા. જો કે વધારે ચોંકાવનારી બાબત તો એ છે કે આ બાળકને જાણ હતી કે તેની માતાનું દૃેહાંત થઈ ગયું છે. ઇ્ નગર પોલીસના જણાવ્યા અનુસાર ૪૫ વર્ષીય અનમ્માનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું હતું. કેવી રીતે થયું મોત? તે જાણો.. ૪૫ વર્ષીય અનમ્મા ઊંઘમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. તેણીને લો શ્યુગર અને લો બીપીને કારણે ઊંઘમાં જ મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. તેણીના પતિનું મોત હજુ એક વર્ષ પહેલા જ કિડની ફેલ થઈ જવાના કારણે થયું હતુ. અનમ્મા લોકોના ઘરકામ કરતાં હતા અને તેણીના દૃીકરા સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ૨૮ ફેબ્રુઆરીના દિૃવસે નાનકડો બાળક સવારે ઉઠ્યો હતો અને તેણે જોયું કે તેની માં પથારીમાં જ ઊંઘી રહૃાા હતા. તેણે મા ણે સૂતેલા જોઈને વિચાર્યું કે તેની ઊંઘી રહૃાા છે. તે સ્કૂલે ગયો હતો અને બપોરે મિત્રના ઘરે જામી લીધું હતું. સાંજે જ્યારે રમીને પાછો આવ્યો ત્યારે પણ તે ત્યાં જ ઘરે સૂઈ ગયો હતો. આ રીતે તેણે બે દિૃવસ સુધી પોતાનું રૂટિન ચાલુ રાખ્યું હતુ. ગુરુવારે તેણે આડોશપાડોશના લોકોણે કહૃાું હતું કે તેની મા તેનાથી ગુસ્સે ભરાઈ છે અને તેની સાથે વાત નથી કરી રહી છેલ્લા બે દિૃવસથી. જ્યારે પાડોશીઓ આ બાબતે પૂછવા ઘરે આવ્યા ત્યારે તેઓને જાણ થઈ હતી કે તેની માતાનું મૃત્યુ થઈ ગયુ હતુ. બાદૃમાં બોડીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ. અને પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું હતું કે તેણીનું મોત કુદૃરતી રીતે જ થયું હતુ.