અમરેલી,
કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનાં ઉમેદવારોને વિજેતા બનાવવા માટે અમરેલીથી શ્રી મહેશ કશવાળા અને શ્રી કૌશિક વેકરિયા તથા ભાવનગરથી શ્રી જીતુભાઇ વાઘાણીએ ધામા નાખ્યાં છે અને શ્રી મહેશ કસવાલા અને શ્રી કૌશિક વેકરિયા તથા શ્રી જીતુભાઇ વાઘાણી કર્ણાટક ગજવી રહ્યાં છેકર્ણાટકની 154- રાજ રાજેશ્ર્વરી બેઠકના ભાજપના ઇન્ચાર્જ તથા ભાજપના કુશળ સંગઠક અને પ્રખર વકતા અને સ્ટાર પ્રચારક શ્રી મહેશ કસવાલાની વરણી થતા તેમણે રાજ રાજેશ્ર્વરી બેઠકનાં ભાજપનાં ઉમેદવારનાં સમર્થનમાં વિજળીવેગી પ્રચાર શરૂ કર્યો છે અને કર્ણાટકની 98-ચલ્લકેરે વિધાનસભાના ઇન્ચાર્જ અને ભાજપના કુશળ યુવા સંગઠક અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાની વરણી થતા તેમણે તથા ભાવનગરનાં ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે અને કાઠીયાવાડનાં આ આગેવાનો કર્ણાટકમાં વિવિધ ક્ષેત્રમાં ભાજપ માટે સક્રિય પ્રચાર પ્રવાસ કરી રહ્યાં છે.