તા. ૧૪.૫.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ સુદ તેરસ, ચિત્રા નક્ષત્ર, સિદ્ધિ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સારી બાબત એ બનશે કે સૂર્યના વૃષભમાં આવવાથી સૂર્ય રાહુ યુતિ પૂર્ણ થશે જે રાહતની બાબત બનશે. સૂર્ય પિતા, અધિકાર, શક્તિ, અને સરકાર, સત્તા, સ્ફૂર્તિ દર્શાવે છે. વૃષભ રાશિ પૃથ્વી તત્ત્વની રાશિ છે તથા તેના સ્વામિ શુક્ર છે. આ રાશિના લોકોને સુગંધિત પદાર્થ, હીરા, મોતી, આભૂષણ, ગાડી, બંગલો, ચમકદમક વગેરે અધિક પસંદ હોય છે. અને તેમને ભોગવિલાસ અને મોજશોખ પસંદ હોય છે. સૂર્યને શુક્રના ઘરમાં વધુ ફાવતું નથી પણ જયારે તે વૃષભમાં આવે છે ત્યારે જરૂરી વસ્તુનો સંગ્રહ થતો જોવા મળે છે આ સમયમાં સંગ્રહખોરી ચરમસીમા એ હોય છે તથા ઉચ્ચ પદે બિરાજમાન લોકો સૌમ્યતા દાખવતા જોવા મળે છે વળી સૂર્યની સત્તાથી લોકો નવી ખરીદી તરફ વળતા જોવા મળે છે અને શુક્રપ્રધાન લોકો સત્તાના કેન્દ્રમાં આવતા જોવા મળે છે એટલે કે કલા જગતના લોકો સત્તાના ગલિયારામાં જોવા મળે છે. સૂર્ય રાજા છે અને જયારે તે વૃષભમાં આવે છે ત્યારે તે પ્રજાના રાશન માટે ચિંતા કરે છે અને જરૂરિયાતની વસ્તુની અછત ના થાય તેની ઉપર વધુ ધ્યાન આપે છે અગાઉ લખ્યું તેમ આ સમયમાં સંગ્રહખોરી પણ ચરમસીમા એ હોય છે માટે સરકાર આ બાબતે લાલ આંખ કરતી જોવા મળશે. સૂર્ય રાહુ થી મુક્ત થશે અને શનિની ત્રીજી દ્રષ્ટિથી પણ મુક્ત થશે એટલેક સ્વાયત બની પોતાની કામગીરી કરતો જોવા મળશે જેની અસર જનજીવન પર જોઈ શકાશે.