કલેકટર અને એસપીનો સપાટો : સરંભડાના માથાભારે શખ્સને પાસામાં પોરબંદરની જેલમાં પુરવામાં આવ્યો

અમરેલી,
અમરેલીના એસપીશ્રી હિમકરસિંહ અને કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ અસામાજીકો સામે કડક પગલા લેવાનો પ્રારંભ કર્યો છે આજે સરંભડામાન માથાભારે શખ્સને પાસમાં પકડી અને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારે જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે શખ્સો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને અમરેલી જીલ્લાના નાગરીકો સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપતા બગસરા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.શ્રી પી.બી.ચાવડાએ બગસરા વિસ્તારમાં માથાભારે શખ્સ પ્રતાપ જગુભાઇ વાળા, ઉ.વ.30, રહે.સરભંડા, સામે પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ હતી આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણાએ ઉપરોકત ઇસમ સામે પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા પ્રતાપ જગુભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી, પોરબંદર સ્પેશ્યલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.આ શખ્સ પ્રતાપ જગુભાઇ વાળા સામે બગસરા અને અમરેલી તાલુકાના જુદા જુદા સાત ગુનાઓ નોંધાયા હતા આમ પોલીસે અસામાજીક પ્રવૃતિઓ આચરતા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, આવા શખ્સો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.