કળીકાળ આવી ગયો : અમરેલીમાં 12 વર્ષની બાળા સાથે ઢાંઢાએ સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરી બળાત્કાર ગુજાર્યો

અમરેલી, અમરેલીમાં નાની ઉમરના બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે અમરેલી રામવાડી વિસ્તારમાં રહેતી મહિલાની સગીરવયની દિકરીને યશ મહીપતભાઇ ભટે તા.2/5/22 સાંજે પ વાગે અને તે પહેલા આઠેક દિવસ પહેલા અને છયેક મહીના સુધી સગીરાને નાસમજતાનો લાભ લઇ અવાર નવાર સગીરાને અકુદરતી કામવાસના સંતોષવાના ઇરાદે અપહરણ કરી તેના ઘરમાં લઇ જઇ છેડતી કરી મોબાઇલમાં ગંદા ફોટા બતાવી બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરી આ બાબતે કોઇને વાત કરશે તો મહિલાને ધમકી આપી મમ્મી પપ્પાને કહી દેવા ધમકી આપી મહિપત હિંમતલાલ ભટે મહિલાને ફોન કરી મારી દિકરી બધા સાથે ગંદા કામ કરે છે અમને કાપી નાખવા જોઇએ તેવુ જણાવી ગાળો બોલી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ એમએ મોરી તપાસ ચલાવી રહયા છે.