કવિતાની ચોરી મુદ્દે બિગ-બીએ બે હાથ જોડી માફી માંગી

બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખુબ એક્ટિવ રહૃાાં કરે છે. ખાસ કરીને ટ્વીટર પર તે હંમેશા એક્ટિવ હોય છે. તાજેતરમાં જ બિગ બીએ એક કવિતા ટ્વીટ કરી હતી, પરંતુ તેને લઇને વિવાદ થઇ ગયો હતો. અમિતાભ બચ્ચન પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો કે આ કવિતા તેની પોતાની છે, બિગ બીએ તેની કવિતાની ચોરી કરી છે. વિવાદ વધતા હવે બિગ બીએ આ વાતને લઇને માફી માંગી લીધી છે.

જ્યારે અમિતાભ બચ્ચનને ખબર પડી કે આ કવિતા ટીશા અગ્રવાલ નામની એક યુવતીની છે, તો તેને કવિતા માટે ક્રેડિટ આપવામાં માડુ ના કર્યુ. બિગ બીએ લખ્યું- ટીશાજી, મને હમણાં ખબર પડી કે એક ટ્વીટ જે મે છાપ્યુ હતુ તે તમારી કવિતા હતી. હું માફી માંગુ છુ. મને ખબર ન હતી આની. મને કોઇએ મારા ટ્વીટર કે મારા વૉટ્સએપ પર આ મોકલ્યુ, મને સારુ લાગ્યુ અને મેં છાપી દીધુ. હું માફી માંગુ છુ.

બચ્ચન તરફથી ક્રેડિટ આપાયા બાદ ટીશાએ લખ્યું- સર, તમારો ખુબ ખુબ આભાર અને હ્રદયથી ધન્યવાદ, તમારી વૉલ પર મારુ નામ આવવુ મારો ગર્વ, સૌભાગ્ય, ખુશી અને લેખનનુ સર્વશ્રેષ્ઠ પારિતોષિક છે. આ માત્ર ક્રેડિટ નહીં તમારો સ્નેહ અને મારો ગર્વ છે. એક નાના લેખકને તમારી કલમથી પોતાનુ નામ મળી જાય, તો બીજુ શું જોઇએ. આજીવન યાદ રાખવાવાળો અનુભવ.