કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓની અંતિમવિધિ સીએનજી ભઠ્ઠીમાં કરાશે

અમદાવાદ શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓની અંતિમવિધિ માટે હવે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભઠ્ઠી બનાવવામાં આવશે. અત્યાર સુધી પ્રાણીઓની અંતિમવિધિ માટે તેમની નિયત કરેલી જગ્યામાં ખાડો કરી ત્યાં લાકડા મૂકી અંતિમવિધિ કરવામાં આવતી હતી જો કે હવે આધુનિક રીતે હવે રૂ. ૫૨ લાખના ખર્ચે ઝ્રદ્ગય્ ભઠ્ઠી ઊભી કરવામાં આવશે. જેના માટે ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હવે પ્રાણીઓના અંતિમવિધિ માટે ઝ્રદ્ગય્ ભઠ્ઠીનું બિલ્ડીંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે. રૂ. ૫૨ લાખના ખર્ચે આખું બિલ્ડિંગ ઊભું કરવામાં આવશે. પ્રાણીઓના મૃતદૃેહની અંતિમવિધિ માટે ગેસ આધારિત ઈનસિનેટર (ફરનેસ)ના ઈન્સ્ટોલેશન માટે તેમજ બિલ્ડિંગ માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા.
એએમસી દ્વારા કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર કાનાણી અશોકકુમાર. એચએ ભાગ લીધો હતો. તેણે અંદાજીત ૩.૨૧ ટકાના ઓછા ભાવ એટલે કે રૂ. ૫૨.૧૬ લાખના સિંગલ ટેન્ડરને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂર કરતા ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી દૃેવાશે.