કાગવદરથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

અમરેલી,એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, નાગેશ્રી પો.સ્ટે., વિસ્તારનાં કાગવદર ગામના પુલ પાસે એક માણસ ઉભો છે અને તેની પાસે ગેરકાયદેસર દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) છે અને મજકુર ઈસમ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક દેશી જામગરી બદુંક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે આફતાફ ઉર્ફે રઇસ નાસીરભાઇ ચૌહાણ, ઉવ.-21, ધંધો-મજુરી, રહે.સાવરકુંડલા, નુરાનીનગરને ઝડપી પાડેલ છે. અને તેના કબ્જામાંથી દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.500/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી પકડાયેલ ઈસમને વધુ તપાસ અર્થે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.