કાચરડીમાં 10 કરોડની લાલચ આપી 23 લાખ પડાવનાર ગેંગ ઝડપાઇ

અમરેલી,
ચમત્કાર બતાવી 10 કરોડનો ફાયદો કરી આપવાના બહાને રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.22,78,000/- પડાવી લેનાર ટોળકીના ત્રણ સભ્યોને પકડી પાડી તમામ મુદ્દામાલ અમરેલી એલ.સી.બી.એ ગુનેગારો પાસેથી પાછો ઓકાવ્યો હતો.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, ગઇ તા.20/10/2022 નાં રોજ અજાણ્યા ત્રણ શખ્સો સાધુનો વેશ લઇ અને દામનગરના કાચરડી ગામના ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયા, ઉ.વ.42ને ત્યા આવી જ્ઞાન અને ચમત્કારની વાતો કરી, ધીરૂભાઇ પાસે દક્ષિણા માંગતા પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા, સાધુના વેશમાં આવેલ ઇસમોએ આ ધીરૂભાઇના ખીસ્સામાંથી રૂ.500/- ની નોટો કાઢી, ચમત્કાર બતાવેલ. બાદ આ ઇસમોએ ધીરૂભાઇનો મોબાઇલ નંબર લઇ જતા રહેલ હતા. પછી થોડા દિવસ પછી ધીરૂભાઇને ફોન કરી કર્જમાંથી કાઢી સુખી કરી આપવાની લાલચ આપી, રાજકોટ નજીક બોલાવેલ. ધીરૂભાઈ ત્યા જતા એક અવાવરૂ સ્થળે લઇ જઇ, સાધુના વેશમાં હાજર ઇસમોએ ધીરૂભાઇની સામે એક ખાલી પેટી બતાવેલ, અને હાથ ઉંચો કરી જમીન પર પાથરેલ ચાદરમાં રૂપિયા 500, 100 ની નોટોનો ઢગલો કરેલ. આ દરમ્યાન સાધુના વેશમાં હાજર પૈકી એક શખ્સ પડી ગયેલ અને મોઢામાંથી લોહી કાઢેલ, અને કહેલ કે આ પેટીને 21 તોલાનો સોનાનો ધુપ આપવાનો છે. તથા ધીરૂભાઇએ પહેરેલ સોનાની રૂદ્રાક્ષની માળા કિ.રૂ.85000/- તથા સોનાનો ચેઇન કિં.રૂ.50,000/- નો પડાવી લીધેલ. અને પેટીને તાળુ મારી ચાવી સાધુના વેશમાં આવેલ ધ્ાુતાારાઓએ લઈ, અને ધીરૂભાઇને કહેલ કે વીધી કરીશુ ત્યારે પેટીમાં મારેલ તાળુ તુટી જશે અને તેમાંથી 10 કરોડ રૂપિયા નિકળશે તેમ વિશ્વાસમાં લઇ, આ પેટી ધીરૂભાઇને તેની સાથે લઇ જવા કહેલ. બાદ સાધુના વેશમાં આવેલ શખ્સોએ ધીરૂભાઇને ફોન કરી, આપેલ પેટી અઘોરી બાવાની છે. જંગલી બાવાનો ધુપ આપવો પડેશે, એક તોલા ધુપના રૂ.51,000/- આપવાનું કહી, ધીરૂભાઇ પાસેથી 21 તોલા ધુપના અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ જગ્યાએ બોલાવી, કુલ રૂ.21,42,000/- પડાવી લઇ, બાદ સાધુના વેશમાં આવેલ ધ્ાુતાારાઓ ધીરૂભાઇ અવાર નવાર ફોન કરતા અને કહેતા હોય કે જે સાધુને મોઢામાંથી લોહી નિકળેલ તે મરણ ગયેલ છે.તેનો ભંડોરો કરવો પડેશે, 40 દિવસના મૌનવ્રત રાખવા પડશે, બાદ બગોદરા પાસે અકસ્માત થયેલ છે અને સાધુઓને માથામાં ઇજાઓ થયેલ છે તેવા બહાના બતાવી તમામ ફોન સ્વીચ ઓફ કરી દેતા, આ ધીરૂભાઇને આ સાધુના વેશમાં આવેલ ધ્ાુતાારાઓ ઉપર શંકા ગયેલ, આ પોતાને આપેલ પેટીમાં ખોલી જોતા તેમાં કાંઇ નિકળેલ ન હોય, અને પોતાની સાથે વિશ્વાસઘાત તથા ઠગાઇ થયેલ હોવાનું જાણવા મળતા ગુનો દાખલ કરાયો હતો.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારની સુચનાઅને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરાના માર્ગદર્શનમાં અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમે સાધ્ાુના વેશમાં આવેલા ધ્ાુતારાઓ વાંકાનેરના ભોજપરાના રહીશ સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા, ઉ.વ.29,જાનનાથ ઉર્ફે જીયાનાથ ભુરાનાથ પરમાર, ઉ.વ.38, અને તુફાનનાથ પોપટનાથ પરમાર, ઉ.વ.40ને અમરેલી, બાબરા રોડ, ઠેબી ડેમના પાળા પાસેથી આરોપીઓને પકડી પાડી, તેમની પાસેથી ફરિયાદીના રોકડ રકમ તથા સોનાના દાગીના સહિતનો રોકડા રૂ.21,24,600/- તથા એક રૂદ્રાક્ષની સોનાની માળા વજન 11.8 ગ્રામ કિ.રૂ.52,000/- તથા એક સોનાનો ચેઇન વજન 8.4 ગ્રામ કિ.રૂ.42,000/- મળી કુલ કિ.રૂ.22,18,600/- નો મુદ્દામાલ કબ્જે કરી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી, દામનગર પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે.જાહેર જનતાને પણ આવા લેભાગુ તત્વોથી ચેતીને રહેવા અને અંધશ્રધ્ધા ભરી લોભામણી વાતોમાં તથા લાલચમાં નહીં આવવા તથા પોતાની રોકડ રકમ કે અન્ય કોઇ કિંમતી મિલકત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે.આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, યુવરાજસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, નિકુલસિંહ રાઠોડ, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઈ પાંચાણી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ .