કાજલ અને તેના પતિ ગૌતમે સત્તાવાર રીતે કાજલ ગર્ભવતી હોવાનું જણાવ્યું ન હોવાથી ફિલ્મના નિર્માતા કાજલના સ્થાને જેકલિનને લેવાની ઘોષણા હાલ કરે તેવી શક્યતા નથી. કાજલ અને નાગાર્જુનની જોડી ફિલ્મ ધ ઘોસ્ટમાં જોવા મળવાની હતી. આ ફિલ્મને પ્રવીણ સતારુ ડાયરેકટ કરવાનો છે. જેમાં ગુલ પનાગ અને અનિકા સુંદરમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. દક્ષિણની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ ગર્ભવતી હોવાના કારણે ચર્ચામાં છે. કાજલ અને ગૌતમ કિચલૂને ત્યાં પ્રથમ બાળક આવવાની વાતો થઇ રહી છે. જોકે આ યુગલે આ વાતની પુષ્ટિ આપી નથી. કાજલ હાલ પોતાના પ્રોજેક્ટસને પુરા કરી રહી છે. કાજલ અગ્રવાલ ગર્ભવતી હોવાના સમાચાર બહાર આવતા જ તેના હાથમાંથીએક ફિલ્મ નીકળી જવાની ચર્ચા છે. કહેવાય છે કે, દક્ષિણના સુપરસ્ટાર નાગાજ્રુન સાથે કાજલ એક ફિલ્મમાં કામ કરવાની હતી. પરંતુ હવે તેને આ ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે. કાજલના સ્થાને જેકલિન ફર્નાન્ડિસનો સંપર્ક કરવામાં આવ્યો છે.