કાઠમાં ગામે તાંત્રીક વિધીનાં નામે છેતરપીંડી કરતી ગેંગ ઝબ્બે

અમરેલી,
અમરેલી તાલુકાના કાઠમાં ગામના જાદવભાઇ સામતભાઇ સોલંકી ઉ.વ. 40 ધંધો ખેતી કામ વાળાને ગત તા. 15/02/21 ના પોતાની ભાગવી રાખેલ વાડીએ હતા તે દરમિયાન બપોરના 2:30 કલાકે આરોપી રતનનાથ ઉર્ફે બાલકગીરી ગબાનાથ ઉર્ફે પોપટનાથ ભાટ્ટી ઉ.વ. 38 રહે. પારેવડા તા.જી. રાજકોટ, બબાનાથ ઉર્ફે વિજયગીરી સદાનાથ બાંભાણીયા ઉ.વ. 68 રહે. ભોજપરા તા. વાકાનેર વાળાએ જાદવભાઇને પાણી તથા ચા પીવાના બહાને વાતો કરેલ. તેમજ ચા – પાણીના 200/- રૂપિયા મેળવેલ તેમજ આરોપીઓએ અમે જૂનાગઢના બાવા છીએ જાદવભાઇ ઉપર મોટુ વિધ્ન ટાળવા તેની વિધી કરવી પડશે. નહીતર અનર્થ થશે. તવું કહી બીક બતાવી માતાજીનો ધુપ કરવા પ્રેરી મોબાઇલ નંબર મેળવી આરોપીઓએ પોતાનો મોબાઇલ નંબર અને વીજીટીંગ કાર્ડ પણ આપેલ. ત્યાર બાદ તે દિવસે આરોપીના મો. 99984 29410 પર થી ફોન આવેલ બાલકગીરીનું નામ લઇ કહેલ કે તારૂ અને તારા પરિવાર ઉપર વિઘન છે તેની વિધી કરવા સારૂ ધ્ાુપ લેવા પડશે. જેથી તેની વાતમાં આવી ગયેલ અને સહ આરોપીના મો. 73594 67578 વાત કરતા સહ આરોપીએ પોતે દેવોના દેવ મહાદેવ છે. જે તમને રસ્તો બતાવશે તેમ કહી ત્રીજા દિવસે ચોટીલા ખાતે વિધી માટે બોલાવેલ વિધી વસ્તુઓ મંગાવી લાલ કપડામાં બાંધી લઇ આવવા જણાવેલ. ત્યારબાદ તે જ દિવસે જાદવભાઇ ઘરે પહોંચી આરોપીના મોબાઇલમાં ફોન કરતા આરોપીઓએ પેટી ખોલવાનું કહી પેટી ખોલતા તેમાં કંઇ નહીં મળતા આરોપીઓએ ફરિયાદીને કહેલ કે આપણી વિધી ફેઇલ ગઇ છે. હવે તારી ઉપર મોટુ વિધ્ન આવશે અને તારો દિકરો મરી જશે તેવું કહી દિકરાને બચાવવા મોટુ વિઘન ટાળવા 21 તોલાનો હવન કરવો પડશે. તેવું કહી 21 તોલા હવનના કુલ રૂા. 2,31,000/- ત્રણ દિવમાં ભેગા કરી આપવા ભઇમાં નાખેલ. અને ભઇમાં આવતા ફરિયાદીએ ત્રણ દિવસમાં સગા – સબંધીઓ પાસેથી પૈસા ભેગા કરી આરોપીના કહેવા પ્રમાણે હવનમાં બે નવા મોબાઇલ સાથે લાવવા જણાવેલ જેથી અમરેલી શ્રી હરિ મોબાઇલ રાજ કમલ ચોક ખાતેથી પોતાના નામે બીલવાળા બે 1500- 1500 રૂપીયાની કિંમતના ખરીદ કરેલ. અને ત્રીજા દિવસે ફરિયાદી અને તેમના પત્નિ ચોટીલા ગયેલ અને ત્યાં ચોટીલા, લીંબડી અને સાયલા ગામ આસપાસ ફરી ફરિયાદી પાસેથી દિકરો મરી જવાની અને હવન વિધી કરવાની બીક બતાવી અને પૈસા અને મોબાઇલ આરોપીઓએ મેળવી લીધેલ. બાદમાં જુનાગઢથી લાવેલ ધુપ છે. તેમ કહી એક પ્રસાદી રૂપે કાચની શીશી આપેલ જે પ્રસાદી લઇને ફરિયાદીને ઘર સુધી પાછુ નહીં જોવાનું કહી આરોપીઓએ બીક બતાવી રવાના કરી દીધ્ોલ. અને આરોપીઓએ પોતાના મોબાઇલમાંથી કહેલ કે, આ ધુપ ખોટુ થયેલ છે. તને મોટુ નુકસાન થશે તારો દિકરો મરી જશે. તુ ધુપને કુવામાં પધરાાવી દે તેવી બીક બતાવી ફરિ વખત 30 તોલાનો નવો હવન કરવો પડશે. તેમ કહી ત્રણ લાખ ભેગા કરવા પડશે. તેવુ આરોપીએ જણાવતા ફરીયાદીને ઢોંગ ધતીંગની જાણ થતા તા. 24/03/21 ના અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ફરિયાદી સાથે થયેલ છેતરપીંડીમાં ગયેલ મિલ્કત તેમને પાછી મળે. તે માટે અમરેલી તાલુકા પોલીસની ટીમને જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવતા ગત તા. 24/03/21 ના અમરેલી લાઠી બાયપાસ ચોકડી ખાતે ટેકનીકલ સોર્સ આધારે આરોપી રતનનાથ ઉર્ફે બાલકગીરી ગબાનાથ ઉર્ફે પોપટનાથ ભાટ્ટી ઉ.વ. 38 રહે. પારેવડા તા.જી. રાજકોટ, બબાનાથ ઉર્ફે વિજયગીરી સદાનાથ બાંભાણીયા ઉ.વ. 68 રહે. ભોજપરા તા. વાકાનેર વાળાને ફરિયાદીના રોકડ રૂા. તથા મોબાઇલ કબ્જે કરી ધોરણ સર કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ તપાસ દરમિયાન હનુનાથ સુરનાથ પરમાર, સલમાનનાથ બબાનાથ બાભણીયા રહે. ભોજપરા તા. વાંકાનેર ના નામ ખુલેલ. આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી આ રીતે અંધશ્રધ્ધા ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હતા. પોલીસ દ્વારા જાહેર જનતાને પણ આ પ્રકારના લેભાગુ તત્વોથી ચેતીને રહેવા તથા અજાણ્યા શખ્સોની વાતોમાં આવી ડરવા કે પોતાની કિંમતી મિલકત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે. આ કામગીરી તાલુકા પી.એસ.આઇ. પી.બી. લકકડ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.