કાઠીયાવાડને હચમચાવતોે કોરોના : વધુ 34 દર્દીના મૃત્યું

  • પરિવારજનનું મૃત્યુ અટકાવવુ લોકોના હાથમાં : તરત જ સારવાર મૃત્યુનું જોખમ ટાળી શકે છે : ગામડાઓમાં મરણનું પ્રમાણ ભયજનક
  • માત્ર 24 કલાકમાં જ કોરોનાની સારવાર લઇ રહેલા 11 અને વગર કોરોનાના 11 મળી કુલ 22ના મોતથી અમરેલી શહેરમાં હાહાકાર 
  • કૈલાસ મુક્તિધામમાં 14,ગાયત્રી મોક્ષધામમાં 4,1 દફનવિધિ, આંકડીયામાં 5, કુંડલામાં 4,રાજુલામાં 6ની અંતિમવિધિ થઇ 

અમરેલી,
હાલમાં થઇ રહેલા મોતના બનાવો એવા છેગ કે જેમાના ઘણાને અટકાવી શકાય તેમ છે પણ મોડી સારવાર અને બેદરકારી લોકો માટે પ્રાણઘાતક સાબીત થઇ રહી છે આજે અમરેલી જિલ્લામાં 34 લોકોની કોવીડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાને કોરોના ધમરોળી રહયો છે અનેક લોકો ગણત્રીના કલાકોમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી રહયા છે અને તેમાય માત્ર 24 કલાકમાં જ કોરોનાની સારવાર લઇ રહેલા 11 અને વગર કોરોનાના 11 મળી કુલ 22ના મોતથી અમરેલી શહેરમાં હાહાકાર મચી ગયો છે કારણ કે જિલ્લાના 34 દર્દીમાંથી અમરેલી શહેરના 11 દર્દીના મોત થયા છે જિલ્લામાં આજે કુલ 34 લોકોની પીપીઇ કીટમાં અંતિમવિધિથઇ હતી જેમા કૈલાસ મુક્તિધામમાં 14,ગાયત્રી મોક્ષધામમાં 4,1 દફનવિધિ, આંકડીયામાં 5, કુંડલામાં 4,રાજુલામાં 6ની અંતિમવિધિ થઇ છે.
જેમાં વડીયાના દેવળકી ગામના 70 વર્ષના મહીલા, મોટા ઉજળાના 60 વર્ષના પુરુષ, ગોઢાવદરના 75 વર્ષ ના પુરુષ, વિસાવદરના શેલણકાના 55 વર્ષના પુરુષ, અમરેલી શહેરના 55 વર્ષના પુરુષ, સાવરકુંડલાના ગાંધીચોકના 47 વર્ષના મહીલા, બગસરાના 48 વર્ષના મહીલા,હાથસણી ગામના 63 વર્ષના પુરુષ,અમરેલીના હનુમાનપરાના વિધાનગરના60 વર્ષના મહીલા, ગોંડલનાં નાના શાખપુરનાં 60 વર્ષનાં મહિલા, રામપુર તોરીનાં 60 વર્ષનાં મહિલા, ધારીનાં 50 વર્ષનાં પુરૂષ, અમરેલી ચક્કરગઢ રોડ બાયપાસનાં 85 વર્ષનાં મહિલા, લાઠી રોડ દિકરાનાં ઘરનાં 81 વર્ષનાં મહિલા, અમરેલી મણીનગરનાં 58 વર્ષનાં પુરૂષ, ચિતલ જશવંતગઢનાં 75 વર્ષનાં પુરૂષ, કેરીયાનાગસનાં 46 વર્ષનાં પુરૂષ, અમરેલી માણેકપરાનાં 60 વર્ષનાં પુરૂષ, હનુમાનપરા પાઠક સ્કુલ સામે 82 વર્ષનાં પુરૂષ, જેશીંગપરામાં શ્યામનગરનાં 35 વર્ષનાં મહિલા, બગસરાનાં 52 વર્ષનાં પુરૂષ, જેશીંગપરા રંગપુરરોડનાં 45 વર્ષનાં મહિલા, અંબિકાનગરનાં પુરૂષ, ચક્કરગઢ રોડ ગંગાનગર-2નાં મહિલા, તથા ખાંભા, ડેડાણ, નાગેશ્રી, ધારીનાં પરબડી, માલકનેશ, જામકાગામનાં દર્દીઓનાં કોવિડની ગાઇડલાઇન મુજબ રાજુલામાં અંતિમ સંસ્કાર થયાં હતાં.