- સુપ્રીમનો ગુજરાત સરકારને ઝટકો
- મહામારીને આંતરિક કટોકટી કહી આ રીતે વગર મહેનતાણે કામ કરાવવું યોગ્ય નથી, રાજ્ય સરકારને ફેક્ટરી લો અંતર્ગત કમાદારોનું દર કલાક દીઠ મહેનતાણું નક્કી કરી તે મુજબ ઓવરટાઈમ ચુકવવાનો આદેશ કયો
કોરોનાની મહામારીને લઈને લોકડાઉનની શ્રમીકો અને કારખાના ફેકટરીમાં કામ કરતાં મજૂરોને સૌથી વધુ અસર થઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રીને મોટો ઝટકો આપ્યો છે. ફેક્ટરીમાં મજૂરી ચુકવ્યા વગર ઓવરટાઈમ કરાવાને લઈને કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફેક્ટરી લો અંતર્ગત કમાદારોનું દર કલાક દીઠ મહેનતાણું નક્કી કરી તે મુજબ ઓવરટાઈમ ચુકવવાનો આદેશ કર્યો છે. તેમને કલાક દીઠ અથવા ફીક્સ દરે મહેનતાણું ચુકવવા તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતુ કે,
મહામારીની ઈમરજન્સીમાં કાયદાનો ભંગ ન કરી શકાય અને મહામારીને આંતરિક કટોકટી કહી આ રીતે વગર મહેનતાણે કામ કરાવવું યોગ્ય નથી. દરેક કાયદાનું પાલન થવું જ જોઈએ. તેમણે ઉમેર્યું કે મહામારીમાં અર્થતંત્રમાં આવેલી મંદીનો આખો ભાર એકલા કામદારો પર મૂકી ન શકાય. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની બેંચને રોગચાળો કહેવાશે નહીં કે રાષ્ટ્રની સુરક્ષાને ધમકી આપતી આંતરિક કટોકટી કહી શકાશે અને તેથી કાયદાની આવશ્યકતાઓને દૂર કરવા માટેનું એક કારણ.
સુપ્રીમ કોર્ટનો ચુકાદાને મહત્ત્વનો છે કારણ કે આ મહામારીમાં ઘણા રાજ્યોમાં ફેક્ટરીઓમાં કામદારો પાસેથી ઓવરટાઈમ કરાવવામાં આવી રહૃાો છે એટલું નહી પરંતુ ઘણાને કામમાંથી પણ છુટા કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવેથી શ્રમિકો પાસેથી ૮ કલાકથી વધુ કામ નહીં લઇ શકાય. જો શ્રમિકો પાસેથી ૮ કલાકથી વધુ કામ લેવામાં આવશે તો ઓવર ટાઇમ માટે કામદારોને એકસ્ટ્રા પગાર ચૂકવવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે ૮ કલાકથી વધુ કામ કરાવવા પર મનાઇ હુકમ જાહેર કર્યો છે. નોંધનિય છે કે, રાજ્ય સરકારે ૧૨ કલાક કામ કરાવવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. જો કે રાજ્ય સરકારે જારી કરેલા પરિપત્રને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના ૧૨ કલાક વાળા પરિપત્રને રદ કરતા ૮ કલાક જ કામ કરાવવાનો આદેશ કર્યો છે.