કામરેજ અને ભાટીયા ટોલ નાકા પર ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય, સુરતીયો નારાજ

સુરતના કામરેજ અને ભાટીયા ટોલ નાકા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે સુરત જિલ્લાના વાહન ચાલકો પાસેથી ટેક્સ વસુલવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ના કર સમિતિ, ઉદ્યોગ સંગઠનો, ખેડૂતો અને અન્ય સંગઠનોએ લડતના મંડાણ તરફ આગળ વધી રહૃાાં છે. ટોલ નાકા પર રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત ફાસ્ટેગ લાગુ કરીને કેસ કાઉન્ટરો બંધ કરી દેવા આદેશ કર્યો છે.પહેલી જાન્યુઆરીથી કામરેજ અને ભાટિયા ટોલનાકા પર કેશ કાઉન્ટરો બંધ કરી દેવામાં આવશે. કામરેજ ટોલનાકા પર વાહન ચાલકોને મુક્તિ જોઈતી હશે તો ૨૭૫ રૂપિયાનો માસિક પાસ બનાવવો પડશે.