કામાંધ ગુરુની વિકૃતિએ માઝા મુકી : વિધિના બહાને પરિણિતાનાં અંગો સાથે છેડછાડ કરી

  • લાચાર પરિણિતાની ધોલધપાટ કરી સંપુર્ણ નગ્ન કરી ડાબા પગમાં બટકુ ભરી હેવાનીયત આચરી : આવા બીજા બનાવો પણ બન્યા હશે ? પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલી,
સાવરકુંડલાના વિર મેઘમાયાનગરમાં રહેતા આરોપી કેશવદાસ નાનકદાસ પરમારસામેની પોલીસ ફરિયાદમાં પરિણિતાએ કેફીયત આપતા જણાવ્યું હતુ કે, તેણીને સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થાય તે માટે વિધિ કરવાના નામે તેણીના સ્તનમાંથી દુધ કાઢી ધોલ-થપાટ કરવામાં આવી હતી અને બળજબરીથી તેણીને નગ્ન કરી અને ડાબા પગે બટકુ ભરી જઇ શારિરીક અડપલા કરી તેની સાથે બે વખત શરીર સંબંધ બાંધવામાં આવેલ અને તેણીની બંને દીકરીઓને પતાવી દેવાની ધમકી આપીને વશ કરી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.