કાયદો તોડનાર ચમરબંધીને છોડાશે નહી : શ્રી હિમકર સિંહ

અમરેલી,
અમરેલી જિલ્લામાં પોણા ચાર વર્ષ સુધી ફરજ બજાવીને જિલ્લાને અસામાજીકોથી મુકત કરનારા એસપી શ્રી નિર્લિપ્ત રાયની બદલી થતા અમરેલી જિલ્લો છોડી ગયેલા અસામાજીકો પરત આવવા થનગની રહયા છે ત્યારે તેમના માટે માઠા સમાચાર એ છે કે તેમણે જો અસાજીક કામો કરવા હોય તો હવે કાયમી અમરેલી જિલ્લા બહાર જ રહેે રહે કારણ કે અવધ ટાઇમ્સ સાથેની વાતમાં નવા એસપીનો પણ કડક પગલા લેવા નિર્દેશ મળ્યો છે.
એસપી તરીકેના કાર્યકાળ દરમિયાન નર્મદા જિલ્લાના તમામ અસામાજીકોને “ઠેકાણે’ મોકલી દેનારા પ્રામાણિક નવનિયુકત એસપીશ્રી હિમકર સિંહે અમરેલી જિલ્લાના 54 માં એસપી તરીકે કામગીરીનો પ્રારંભ કર્યો છે તેમણે અવધ ટાઇમ્સ સાથીની વાતચીતમાં જણાવ્યું હતુ કે, અમરેલી જિલ્લામાં કોઇ પણ પ્રકારના ખનીજ અને ભુમાફીયાઓને છોડાશે નહી, મહીલાઓની સલામતી માટે પગલા લેવાશે તથા ગુનાઓને બનતા અટકાવવાના પ્રયાસો કરાશે અને લુખ્ખાઓ સામે કડક પગલા લેવાશે તેમ એસપી શ્રી હિમકર સિંહે જણાવ્યુ હતુ.