કારગીલ યુદ્ધ દરમ્યાન ભારતમાં પાકિસ્તાનના રાજદૂતે કરેલી હરકતનો મોટો ખુલાસો

  • ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ સેલેસ્ટે પોતાના નવા પુસ્તકમાં

 

ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ સેલેસ્ટે પોતાના નવા પુસ્તકમાં કારગીલ યુદ્ધ દરમિયાન ભારતમાં પાકિસ્તાનના રાજદૂતે કરેલી હરકતનો ખુલાસો કર્યો છે. રિચર્ડે પોતાના પુસ્તક ‘લાઈફ ઈન અમેરિકન પોલિટિક્સ એંડ ડિપ્લોમેટિક ઈયર્સ ઈન ઈન્ડિયામાં લખ્યું છે કે, ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુકેલા અશરફ કાઝી સાથે તેમની મુલાકાત કારગિલ યુદ્ધ દરમિયાન થઈ હતી. અમેરિકાના રાજદૂતનું આ પુસ્તક સત્તાવાર રીતે તો સપ્ટેમ્બરમાં લોંચ થશે.

એક રિપોર્ટમાં આ પુસ્તકને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, આ મુલાકાતમાં કાઝીએ કારગિલમાં ભારતના આક્રમક વલણને જોતા અમેરિકા પાસે મદદની ભીખ માંગી હતી. કાઝી ઈચ્છતા હતાં કે, ભારત કારગિલમાં યુદ્ધ વિરામ કરે. જ્યારે પાકિસ્તાન કહી રહૃાું હતું કે, કારગિલમાં લડી રહેલા લોકો સિવિલિયન ફ્રિડમ ફાઈટર છે. આ વાત પર રિચર્ડે કહૃાું હતું કે, મને ખબર છે કે હકીકત શું છે પણ હું તમારા માટે આ શરમ સહન કરવા પણ તૈયાર છું. રિચર્ડે કહૃાું હતુ કે, તમે જણાવો કે આખરે પાકિસ્તાનની સરકાર શું ઈચ્છે છે? રિચર્ડે એમ પણ કહૃાું હતું કે, અમને ખબર છે કે, એ લડવૈયાઓને ટ્રેિંનગ અને હથિયારો કોણ પુરા પાડી રહૃાું છે. આ સ્થિતિમાં અમારી સરકાર તમારી વાત નહીં માને.

આ ઘટનાના તુરંત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને કારગિલમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવવા કહૃાું હતું. ત્યાર બાદ તુરંત ક્લિટંને ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ફોન કર્યો હ્તો. અમેરિકાના પૂર્વ રાજદૂતે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધોને ધ્યાનમાં રાખતા અમેરિકી રાષ્ટ્રપતિનું ફોન કરવું એકદમ વ્યાજબી હતું. જાણકારોના મતે આ ઘટના ભારત અને અમેરિકાના સંબંધોમાં એમ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

રિચર્ડે પોતાના પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, ન્યૂક્લિયર ટેસ્ટના કારણે તેમની ભારત યાત્રા ક્યારેય કેમ ના થઈ શકી. રિચર્ડના જણાવ્યા પ્રમાણે ૧૯૯૮માં અમેરિકાના વિશેષ દૂત બિલ રિચર્ડસને તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ સાથે કરી હતી. તેમણે ન્યૂક્લિયર ટેસ્ટને લઈને અમેરિકી પ્રશાસનની ચિંતાઓને લઈને ભારતને માહિતગાર કર્યું.  રિચર્ડના જણાવ્યા પ્રમાણે, જસવંત સિંહ મારા સારા મિત્ર હતાં, તેમને વિશેષ દૂતની વાતોને ધ્યાનથી સાંભળી અને નિડરતાથી જવાબ વાળ્યો. તેમની ભાષા સમજ્યા બાદ અમે એવો નિષ્કર્ષ કાઢ્યો કે નજીકના ભવિષ્યમાં ન્યૂક્લિયર ટેસ્ટ નહીં થાય પણ એમ થયુ નહીં. ભારતે એક જ મહિનાની અંદર બીજો પણ ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો હતો.