કારણ વગર દેશનો એક મોટો રસિક સમુદાય લલિત મોદીની જાનમાં છે !

મોંઘવારી અને મંકીપોક્સ બન્ને એકબાજુ રહી ગયા છે. વરસાદને કારણે થયેલી રાહત અને મુશ્કેલીની ચર્ચા પણ કોરાણે મુકાઈ ગયાં છે. કારણ કે દુનિયાનો એક મોટો વર્ગ લલિત મોદીની જાનમા જોડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર હેશટેગ સુશલી બહુ પ્રચલિત થઈ ગયું છે. ભારતમાં બે જ વસ્તુ સૌથી વધુ ચાલે છે.. એક છે ક્રિકેટ અને બીજું છે બોલીવૂડ.. બન્ને ફિલ્ડની પ્રખ્યાત સેલિબ્રિટી વચ્ચે જયારે ઇલુ ઇલુ થાય તો ભારતની જનતા શાંત બેસે ખરી! આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીએ ટ્વિટર પર પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન સાથે લગ્ન કરી લીધાની જાહેરાત કરી. પોતાના ટ્વીટમાં તેમણે સુસ્મિતાને બેટર હાફ ગણાવી હતી. જે બાદ ચર્ચા શરૂ થઈ કે બંનેએ માલદિવમાં લગ્ન કરી લીધા છે. પરંતુ તાત્કાલિક લલિત મોદીએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ હજુ એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં જ લગ્ન પણ કરી લેશે. આમ ખાસ તો લલિત મોદીએ ઘણી બઝ
ક્રિએટ કરી લીધી.

૨૧મી સદી શરૂ થવાની સાથે ક્રિકેટ મલ્ટી મિલિયન ડોલર સ્પોર્ટ્સ બની ગયું હતું. આગામી પડકાર બિલિયન ડોલર ક્લબમાં જવાનો હતો, પરંતુ ૧ મિલિયનથી ૧ બિલિયનની સફર હજાર ગણી હોય છે. એવું લાગતું હતું કે ક્રિકેટને અહીં પહોંચવામાં લાંબો સમય લાગશે. આવા સમયે એક એવી વ્યક્તિની એન્ટ્રી થઈ કે જે સફળ થવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હતી. તેણે એક જ વર્ષમાં ક્રિકેટને મલ્ટિ બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રીમાં ફેરવી દીધું. વાત ૨૦૦૮ની છે. આઇપીએલ શરૂ થઇ ગયું હતું અને લલિત મોદી છવાઈ ગયા હતા. આ પછી આગળ જે થયું એ તમારી સામે જ છે. આઇપીએલમાં ગોટાળો થયો હોવાના સમાચાર આવ્યા. ફિક્સિગંના આરોપો લાગ્યા. અબજોની હેરાફેરી થઈ. લલિત મોદી પહેલા આરોપી બન્યા.

પછી ભાગેડું બન્યા, હવે સુસ્મિતાના પતિ બનશે.
એ વાત જગજાહેર છે કે સફળતા મેળવવા માટે લલિત મોદીએ તમામ હદો પાર કરી, પરંતુ એવું નથી કે તેમણે હદને તોડવાની શરૂઆત બીસીસીઆઈમાં આઇપીએલને ઊભી કરવામાં કરી હોય. ૫૬ વર્ષીય મોદીએ પોતાના આખા આયખામાં મોજ કરવા સિવાય બીજું કાંઈ નથી
કર્યું.લલિત મોદી ઉદ્યોગપતિ કૃષ્ણકુમાર મોદીના પુત્ર છે. લલિત મોદીના દાદા ગુર્જરમલ મોદીએ મોદી ગ્રુપની સ્થાપના કરી હતી, રૂપિયા એટલા હતા કે વાત જ ન પૂછો…તેમણે તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મોદીનગર નામે શહેર વસાવ્યું છે. બાપ-દાદા નિષ્ઠાવાન હતા પણ લલિત લફરેબાજ, લલિતને શિમલાની બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યા તો લલિતે અમેરિકામાં ભણવાની જીદ પકડી. કૃષ્ણકુમાર મહામહેનતે માન્યા. અમેરિકા પહોંચતાંની સાથે જ લલિત મોદીની માગણી વધતી ગઈ. તેણે કૃષ્ણકુમાર પાસે કાર માગી.

તો તેમણે ૫ હજાર ડોલર આપ્યા અને સસ્તી કાર લેવાનું કહ્યું.લલિત મોદીએ મર્સિડિઝ હપ્તેથી લઈ લીધી અને ૫ હજાર ડોલર પ્રથમ હપ્તો તરીકે ચૂકવ્યા તથા આટલી મોંઘી કાર લેનાર મોદી પરિવારનો નબીરો બન્યો.., લલિત માટે પૈસા કમાવવા એ શ્ર્વાસ લેવા બરાબર હતું. અમેરિકામાં પણ છોકરીઓ વચ્ચે રહેતો લલિત પોતાની કામવાસનાને સંતોષવા ડ્રગ્સ ખરીદતો અને જે યુવતી તેની
બંધાણી હોય તેનું શારીરિક શોષણ કર્યા બાદ ડ્રગ્સ આપતો હતો. સંસ્કારોથી સજ્જ મોદી પરિવારમાં આવી ગુનાહિત માનસિકતા ધરાવતો નબીરો પેદા થયો છે એ વાતથી પરિવાર અજાણ હતો.

પરંતુ શોષણ સહન કરનાર એક યુવતીએ તેને ૪૦૦ ગ્રામ કોકેન સાથે ઝડપીને તેના પર ડ્રગ પેડલિંગ, કિડનેપિંગ અને હુમલો કરવાના આરોપ લગાવ્યા હતા. પણ ભ્રષ્ટાચાર ખાલી ભારતમાં જ થાય તેવું નથી અમેરિકામાં પણ પૈસાના જોરે લલિતને ક્લીન ચિટ મળી ગઈ. પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ એટલે તેના પપ્પાએ અમેરિકાથી લલિતને ભારત પાછો બોલાવી લીધો.
ભારતમાં આવીને પણ લલિતભાઈ શાંત બેસે ખરા! નાનપણમાં જેને આંટી આંટી કહીને બોલાવતા હતા એવી
તેમની માતાની ફ્રેન્ડ મીનલ સગરાની સાથે અચાનક તેને પ્રેમ થઈ ગયો. મીનલ ઉંમરમાં લલિત કરતાં લગભગ ૧૦ વર્ષ મોટી હતી. તે નાઈજીરિયામાં રહેનાર એક સિંધી ઉદ્યોગપતિની એક્સ-વાઈફ હતી. મોદીએ મીનલ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જોકે પરિવારે ભારે વિરોધ કર્યો હતો. તેમ છતાં પરિવારની મરજી વિરૂદ્ધ તેણે મીનલ સાથે ૭ ઓક્ટોબર, ૧૯૯૧ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન થયાના લાંબા સમય સુધી પરિવારના લોકોએ તેને બિઝનેસમાંથી દૂર રાખ્યા હતા. મુંબઈમાં રહેવા માટે તેમને તેમના પિતા તરફથી એક ફિક્સ એલાઉન્સ મળતું હતું.પછીથી લલિત બિઝનેસમાં પરત ફર્યા. ૧૯૯૨માં તેઓ અમેરિકાની સિગારેટ કંપની ગોડફ્રે ફિલિપ્સના ભારતીય બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા. ત્યારે ગોડફ્રે ફિલિપ્સ ભારતની બીજી સૌથી મોટી સિગારેટ કંપની હતી. આગળ જતાં મોદીએ તેમની પત્ની મીનલના પિતાનું ઘર પણ ખરીદ્યું અને તેને ભેટ કર્યું હતું. મીનલ થકી

લલિતને ૨ સંતાનો થયા હતા અને પોતાના પ્રથમ લગ્નથી મીનલ એક દીકરીને લઈને પણ આવી હતી. લલિતે ત્રણેય સંતાનોનું લાલન-પાલન કર્યું હતું. આ વાર્તા ઈન્સપાયરિંગ લાગે છે, તો તમે એ પણ જાણી લો કે..૨૦૧૮માં ફેફસાના કેન્સરના કારણે મોદીની પ્રથમ પત્ની મીનલનું મૃત્યુ થયું હતું અને ૨૦૧૯માં આ ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી. જે બાદ મીડિયાએ મોદી પર એવો આક્ષેપ લગાડ્યો હતો કે પત્નીના મોત બાદ ઇન્સ્યોરન્સની રકમ ઉસેળવા માટે મોદીએ જ ઘરને ફૂંકી માર્યું છે.

લલિત મોદીને પહેલેથી જ ફેમસ થવાનો અને મીડિયામાં રહેવાનો ચસકો હતો. એટલે જ તેણે ૧૯૯૩માં મોદી એન્ટરટેન્ટમેન્ટ નેટવર્કની શરૂઆત કરી હતી. આ કંપનીએ વોલ્ટ ડિઝની પિક્ચર્સ અને ફેશન ટીવીની સાથે ૧૦ વર્ષનો કરાર કર્યો હતો. કંપની તેની ચેનલને ભારતમાં ડિસ્ટ્રિબ્યુટ કરતી હતી. આ દરમિયાન વોલ્ટ ડિઝનીની ચેનલ ઇએસપીએનને પણ ડિસ્ટ્રિબ્યુટ કરવાની તક મળી. ઇએસપીએન પર ભારતીય ક્રિકેટ ટીમની ઘણી મેચનું
લાઈવ ટેલિકાસ્ટિંગ થતું હતું. મોદીએ ક્રિકેટની આ તાકાતને ઓળખી લીધી હતી. તેને એ વાતનો અંદાજ આવી ગયો કે ક્રિકેટનું માર્કેટ ઘણું મોટું છે અને ક્રિકેટ દ્વારા અબજોની કમાણી કરી શકાય છે. આમ જ તેના મનમાં આઈપીએલનો આઈડિયા સ્ફુર્યો..

આ આઈડિયા પર કામ કરવા માટે મોદીએ પોતે જ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં આવવાનો નિર્ણય કર્યો, પહેલા તે હિમાચલ પ્રદેશના ક્રિકેટ એસોસિયેશનમાં આવ્યા હતા. પછીથી અહીં તેમને ધારી સફળતા ન મળતાં તેમણે રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનમાં એન્ટર થવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પણ બન્યા. એ સમયે રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર હતી. એ વખતે મોદી અને રાજે વચ્ચે પણ ઇલું-ઇલુંની ચર્ચા હતા. જ્યારે મોદી અડધી રાત્રે લંડન ભાગ્યા ત્યારે વસુંધરા રાજે મોદીને લંડનના વિઝા આપવામાં મદદ કરી હતી.ખેર! મોદીનો પ્લાન તો આઇપીએલમાંથી રૂપિયા બનાવવાનો હતો. એ માટે તેણે શરદ પવારનો સંપર્ક કરી પોતાની નાણાં ધીરવાની નીતિ તેમને સમજાવી હતી. શરદભાઈ તો પ્લાન સાંભળીને શરદ ઋતુની જેમ ખીલી ઉઠ્યા. જેને પગલે અમેરિકાનો એક સમયનો ડ્રગ પેડલર બીસીસીઆઈનો અધ્યક્ષ બની ગયો અને શરૂ થયું આઈપીએલના નામે મેચ ફિક્સિગંનું કૌભાંડ… તમને જો આ કિસ્સો જાણવાનો રસ હોય તો તેના જીવનની બારીકાઈને દર્શાવતી સિરીઝ ઇનસાઈડ એજ જોઈ શકો છો..
.
મોદીએ આઈપીએલના ચેરમેન બન્યા પછી દેશ-દુનિયામાં મુસાફરી કરવા માટે પ્રાઈવેટ જેટ રાખ્યું હતું. આ ચેલેન્જર ૩૦૦ લક્ઝરી ૮ સીટર જેટ હતું. એ સમયે આ જેટને એક કલાક માટે ચાર્ટર કરાવવાનું ભાડું જ લગભગ ૩ લાખ રૂપિયા હતું. એ વખતે મોદી પર એવો આરોપ હતો કે લલિત તેનો ઉપયોગ એક દેશથી બીજા દેશ જવા માટે ટેક્સી તરીકે કરે છે…અને બીજા દેશમાં જઈને શું કરે ! તમે તેનું ફેસબુક એકાઉન્ટ ફંફોસજો.. ૨૦૦૮-૦૯માં વિદેશની માનુનીઓ સાથે મોદીભાઈ જલસા કરતા જોવા મળશે. જ્યારે લલિત મોદીના આઇપીએલના કૌભાંડનો ઘટસ્ફોટ થયો ત્યારે લૈલા મહમૂદનું નામ પણ સામે આવ્યું હતું. પછીથી જાહેર થયું આ લૈલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની સાવકી પુત્રી હતી અને મોદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. આવા શોખીન મોદીનું નામ જેની સાથે જોડાયું એ ૪૭ વર્ષીય સુસ્મિતા સેનની તો શું વાત કરવી…
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન તો મોદીની પહેલા ૯ લોકોને ડેટ કરી ચુકી છે.