કાર્તિક આર્યનની ‘ભૂલ ભલૈયા ૨ ૧૯ નવેમ્બર ૨૦૨૧એ થિયેટરમાં રિલીઝ થશે

હાલમાં હિન્દી સિનેમાના ટોપ ૧૦ સિતારાઓમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેતા કાર્તિક આર્યન આ વર્ષે પણ ધમાકો કરવાનો જ છે. કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ જેમાં મેઈન રોલમાં છે એવી ફિલ્મ ‘ભૂલ ભલૈયા ૨ ની રિલીઝ ડેટ આવી ગઈ છે. જો કે આ ફિલ્મનું શૂટિંગ કોરોના મહામારીના કારણે અટકી ગયું હતું અને હજુ સુધી તે શરૂ કરવામાં નથી આવ્યું.

ફિલ્મના કો-પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ આ વિશે જાણકારી આપી છે અને ટ્વિટ કરીને કહૃાું કે  આ થ્રીલર કોમેડી સાથે પરત ફરી રહૃાા છીએ. શું તમે તૈયાર છો? ‘ભૂલ ભલૈયા ૨ ૧૯ નવેમ્બર ૨૦૨૧એ થિયેટરમાં રિલીઝ થશે.” વખતે ફેન્સમાં ખુશીની વાત એ છે કે, ‘ભૂલ ભલૈયા ૨માં રાજપાલ યાદવ અને ગોિંવદ નામદેવ પણ ફેન્સે હસાવતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભલૈયાની સીક્વલ છે.

‘સોનુ કે ટીટુ કી સ્વીટી અને ‘પ્યાર કા પંચનામા સિરીઝ પછી કાર્તિક આર્યનની એન્ટ્રી હિન્દી સિનેમાની ટોપ ૫ ક્લબમાં જોવા મળી હતી પરંતુ સારા અલી ખાને કામ કરીને તેને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ગયા વર્ષે તેમની ફિલ્મ ‘લવ આજ કાલ એટલી ખરાબ રીતે લોપ થઈ કે નિર્માતાઓએ તેની બાકીની ફિલ્મોમાં મુશ્કેલી ઉભી કરવાનું શરૂ કર્યું. કરણ જોહરની કંપનીમાં બની રહેલી ફિલ્મ ‘દોસ્તાના ૨ નું શૂટિંગ ઘણા સમયથી અટવાયું છે.