કાલુપુર સ્ટેશન પર કોરોના વિસ્ફોટ, ૪૨ મુસાફરો થયા સંક્રમિત

ગાંધીનગર, અમદાવાદમાં કોરોના વાયરસે હાહાકાર મચેલો છે. ત્યારે શહેરમાં ૪૨ મુસાફરો કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે. કાલપુર રેલ્વે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોમાં મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવી રહૃાો છે. અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાં ૧૧ પોઝિટીવ કેસ સામે આવ્યા છે, તેવી જ રીતે હાવડા એક્સપ્રેસમાં ૨૨ પોઝિટીવ, ગોરખપુર એક્સપ્રેસમાં ૬ કેસ, મુઝફરપુર સ્પે.ટ્રેનમાં ૩ કેસ સામે આવ્યા છે. ૨૩ કોરોના દર્દીઓને સાબરમતી કોવિડ સેન્ટરમાં મોકલાયા છે, જ્યારે ૧૯ દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. રેલવે સ્ટેશન પર એએમસી દ્વારા ટેસ્ટિંગ કરાયુ હોવોના સમાચાર મળી રહૃાા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે એએમસી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગના ૧૪મા દિવસે પણ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહૃાું છે. ૧૪માં દિવસે સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. એએમસી દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરોનું ફરજીયાત કોરોના ચેિંકગ કરાઈ રહૃાું છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે. આ સંદૃર્ભે દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના એએમસી દ્વારા ૮૨૬ મુસાફરોનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં ૧૧ લોકો પોઝિટિવ મળ્યા છે. ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ૪૦૯ મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં ૬ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
મુઝફરપુર સ્પેશિયલ ટ્રેનમાં આવેલ ૫૫૯ મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં ૩ પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને હાવડા એક્સપ્રેશના ૬૪૮ મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું, જેમાં ૨૨ પોઝિટવ કેસ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગના ૧૪મા દિવસે કુલ ૪ ટ્રેનના ૨૪૪૨ મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં કુલ ૪૨ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. રવિવારે પણ દિવસ દરમિયાન ૪ ટ્રેનમાં કોરોના ટેસ્ટિંગ કરાયુ હતું. ૪૨માંથી ૨૩ દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન પર બનાવેલ કોવિડ કેર સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા, જ્યારે ૧૯ને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. એએમસી દ્વારા હાલ ટેસ્ટિંગની ઝુંબેશ હેઠળ કાલુપુર રેલવે સ્ટેશન પર આ કામગીરી કરવામાં આવી રહી છે.