અમરેલી,
ધારી માર્કેટયાર્ડની ચૂંટણી આડે હવે માત્ર 24 કલાક બાકી રહયા છે અને સહકારી ક્ષેત્રે ભારે ઉતેજના પ્રવર્તી રહી છે કાલે તા.4 નાં ધારી માર્કેટયાર્ડની રસાકસીભરી ચૂંટણી યોજાશે.આ ચૂંટણી પુર્વે તા.2 નાં દેશનાં દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી અશ્ર્વિન સાવલીયા, શ્રી કૌશિક વેકરીયા, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી ભાવનાબેન ગોંડલીયા, શ્રી ધીરૂભાઇ વાળા, શ્રી મેહુલ ધોરાજીયાની ઉપસ્થિતીમાં ધારી તાલુકાના 39 ગામોનાં મંડળી પ્રમુખ, મંત્રીઓ અને મતદારોની બેઠક યોજાઇ હતી જેમાં યાર્ડનાં દસેય ખેડુત વિભાગના ભાજપ પ્રેરિત પેનલનાં ઉમેદવારોની ઉપસ્થિતી હતી. આ 10 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે અને વેપારી મતદાર વિભાગ માટે 4 બેઠકોમાં 10 ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે.ધારી માર્કેટ યાર્ડની ચુંટણી લડી રહેલા ભાજપ પ્રેરિત પેનલનાં ઉમેદવારો શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી મનસુખભાઇ ભુવા, શ્રી ખોડાભાઇ ભુવા, શ્રી અશ્ર્વિનભાઇ કુંજડીયા સહિતનાં તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે 39 ગામની મંડળીઓનાં પ્રમુખ અને મંત્રીઓએ તથા મતદારોએ ભાજપ પ્રેરિત ખેડુત સહકાર પેનલને વિજયી બનાવવા માટે કોલ આપ્યો હતો.