કાળા બજારીયા અને અનાજ માફીયાઓના કાળ જેવા શ્રી કે.કે.વાળાને પુરવઠામાં મુકતા કલેકટરશ્રી અજય દહીયા

અમરેલી,
વર્ષ 2018 થી વર્ષ 2020 દરમ્યાન ગરીબોના હકકનું અને સરકારી અનાજ અનાજ માફીયાઓ તથા ગેરકાયદેસર રીતે બાયોડીઝલના કાળાબજારમાં વેચાણ સામે કડક અને પ્રમાણિક પણે તપાસણી કરી અનેક પરવાનેદારોના પરવાનાઓ કાયમી રદ કરી તથા પોલીસ ફરીયાદો કરી તેમજ પી.બી.એમ. તળે સરાહનીય કામગીરી બદલ સરકારશ્રીના હિતમાં કાર્યવાહી કરેલ હોય જેને નવ નિયુકત કલેકટરશ્રીએ નોંઘ લઇ કલેકટર કચેરી મહેકમ શાખા દ્વારા હુકમ નં. ચિ/મકમ-1/વશી/2338/2023 થી હાલ ફરી પાછા નાયબ મામલતદારશ્રી કે.કે.વાળાની પુરવઠા નિરીક્ષક તરીકે બદલી (કમબેક) કરતા જાણવા મળતી માહિતી મુજબ ફરી પાછા અનાજ માફીયાઓ તથા ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણીયાઓ મેદાનમાં આવી અનેક ગેરરીતીઓ આચરતા હોવાનું ઘ્યાને આવેલ અને બેફામ રીતે ગરીબોના હકકનું અનાજ કાળાબજારમાં વગે કરવામાં છાશવારે વર્તમાનપત્રોમાં પ્રસિધ્ઘ થાય છે. હાલ, મે. કલેકટરશ્રી દ્વાારા લેવાયેલ કડક નિર્ણય પર નાયબ મામલતદારશ્રી કે.કે.વાળાની પુરવઠા નિરીક્ષક તરીકે બદલી થતા અને અનાજ માફીયાઓ તથા પુરવઠા તંત્ર સાથે સાંઠ-ગાંઠ ઘરાવનારા સરકારી બાબુઓ જેલ હવાલે થાય તો કાંઇ નવાઇની વાત નથી.