કાશ્મીરમાં સીમા પર ફરી જોવા મળ્યું ડ્રોન, BSF જવાનોએ ફાયિંરગ ખદેડ્યું

એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક બાદ જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન દેખાવાનું ચાલું છે. જમ્મુમાં ઇન્ટરનેશનલ બૉર્ડરની પાસે અરનિયા સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યું છે. ત્યારબાદ બોર્ડર પર તહેનાત બીએસએફના જવાનોએ ડ્રોન પર અનેક રાઉન્ડ ફાયિંરગ કર્યું. આ દરમિયાન ડ્રોન ગાયબ થઈ ગયા. જણાવી દઇએ કે હાલના દિવસોમાં લગભગ ૯ વાર ડ્રોન ગતિવિધિઓ જોવા મળી છે. બીએસએફ તરફથી આ ઘટના પર સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.

બીએસએફનું કહેવું છે કે,  પાકિસ્તાનના એક નાના હેક્સાકોપ્ટર પર સવારે ૪ વાગ્યેને ૨૫ મિનિટ પર ફાયિંરગ કર્યું. આ અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહૃાું હતું. આ ફાયિંરગ બાદ ડ્રોન પાછું જતું રહૃાું. અમારું માનવું છે કે વિસ્તાર પર નજર કરવા માટે આને મોકલવામાં આવ્યું હતું.” તાજેતરમાં જમ્મુમાં સતત ડ્રોન જોવા મળી રહૃાા છે. આની શરૂઆત રવિવારના થઈ જ્યારે જમ્મુ એરપોર્ટ સ્ટેશન પર ડ્રોનથી ૨ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

આ હુમલામાં ૨ જવાનો ઘાયલ થયા હતા. સોમવાર સવારે એકવાર ફરી સેના ક્ષેત્રમાં ડ્રોન જોવા મળ્યું હતું, ત્યારબાદ સેના તરફથી હવાઈ ફાયિંરગ કરવામાં આવ્યું હતું, પરંતું ડ્રોન ઘટનાસ્થળેથી ભાગી ગયું. ત્યારબાદ મંગળવારના સવારે પણ ત્રણવાર ડ્રોન સેના ક્ષેત્રમાં જોવા મળ્યું. સૌથી પહેલા એક વાગ્યેને આઠ મિનિટ પર રતનૂચક વિસ્તારમાં ડ્રોન સેના ક્ષેત્રમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ જવાનો એલર્ટ થઈ ગયા. ત્યારબાદ સવારે ત્રણ વાગ્યેને ૯ મિનિટ પર કુંજવાનીમાં ડ્રોન જોવા મળ્યું હતું. ત્યારબાદ ૪ વાગ્યેને ૧૯ મિનિટ પર એકવાર ફરીથી કુંજવાનીમાં ડ્રોન જોવા મળ્યું હતું.

સતત ડ્રોન ગતિવિધિઓ સામે આવ્યા બાદ તમામ મિલિટ્રી અને એરફોર્સ સ્ટેશનોની સાથે જ પાકિસ્તાનથી અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડ્રોન નાના હોવાના કારણે સરળતાથી રડારની રેન્જમાં નથી આવતા.